કેટલાક તાલુકાના પ્રા.શિક્ષકોનો હજુ પણ પગાર થયો નથી
- વહિવટી ત્રુટીઓને લીધે અકારણ અગવડતા
- પ્રા.શૈક્ષિક મહાસંઘ દ્વારા પગારની નિયમિતતાને લઇ ડીડીઓને આવેદન અપાયું
ભાવનગર : જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકોના પગારની અનિયમિતતાને લઇ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ડીડીઓને લેખિત રજૂઆત કરી તા.૧ થી ૫માં નિયમિત પગાર થાય તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી છે.
ભાવનગર જિલ્લામાં વિવિધ વિભાગના ઘણાં કર્મચારીઓ ફરજ બજાવે છે તેમાંથી મોટાભાગના વિભાગોમાં ૧ થી ૩ તારીખ સુધીમાં પગાર થઇ જતો હોય છે. જિલ્લામાં શિક્ષકોનો સમૂહ ખૂબ મોટો છે ત્યારે અલગ અલગ તાલુકાઓમાં શિક્ષકોના પગાર સમયસર કરવા બાબતે વિસંગતતા જોવા મળે છે. જિલ્લામાંથી તાલુકામાં ૧ થી ૩ તારીખ સુધીમાં ડ્રાફ્ટ મોકલી આપવામાં આવે તો તાલુકામાંથી જરૂરી કાર્યવાહી કરી મોડામાં મોડા પાંચ તારીખ સુધીમાં શિક્ષકોના પગાર થઇ શકે. આ મહિનામાં આજની તારીખે પણ અમુક તાલુકાઓમાં પગાર થયેલ નથી. વહિવટી ત્રુટીને લીધે અકારણ પગાર મોડો થતો હોય જે અંગે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ડીડીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.