કચ્છની દરિયાઇ સીમાએથી SOGએ 53.43 લાખના ચરસના વધુ 20 પેકેટ ઝડપી પાડ્યા
ગઈકાલે પણ આજ વિસ્તારમાંથી ચરસનો મોટો જથ્થો ઝડપાયો હતો
પ્રતિકાત્મક તસવીર |
ભૂજઃ ગુજરાતના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છના અબડાસામાંથી ફરી એક વાર SOGએ 20 જેટલા ચરસના પેકેટ ઝડપી પાડ્યા છે. બીસએફ પછી પશ્ચિમ કચ્છ SOGએ ચરસના પેકેટ ઝડપ્યા હતા. અબડાસામાંથી SOGને 20 ચરસના પેકેટ મળી આવ્યા હતા. અબડાસાના કોસ્ટલ વિસ્તારની પેટ્રોલિંગ દરમિયાન એસઓજીએ ચરસના પેકેટ ઝડપ્યા હતા. આ પહેલા બીએસએફને પણ જખૌના દરિયાઇ વિસ્તારમાંથી 10 ચરસના પેકેટ મળ્યા હતા. સતત બિન વારસી ચરસના પેકેટ દરિયા કિનારેથી મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
અબડાસામાંથી ભૂજ SOGએ ચરસના પેકેટ ઝડપ્યા
SOGને ડેલ્ટા ટીના પેકેટમાં 20 ચરસના પેકેટ મળી આવ્યા હતા. અબડાસામાંથી ભૂજ SOGએ ચરસના પેકેટ ઝડપ્યા છે. SOGએ 53.43 લાખના 35 કિલો ચરસનો બિન વારસી જથ્થો કબજે કર્યો હતો. આ પહેલા બીએસએફને જખૌના દરિયા કિનારાથી મળેલા ચરસના 10 પેકેટ પર ડાર્ક સુપ્રીમો બ્લેક કોફી પ્રિન્ટ કરેલું છે. બીએસએફના જવાનોના પેટ્રોલિંગ દરમિયાન પીળા રંગના પ્લાસ્ટિક બેગમાથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. ચરસના પેકેટથી થોડાક મીટર દૂર સફેદ રંગના પ્લાસ્ટિકના કોથળામાંથી હેરોઇન પણ મળી આવ્યું છે. બીએસએફના જવાનોએ વધુ સઘન તપાસ હાથ ધરી છે. ગઈકાલે પણ આજ વિસ્તારમાંથી ચરસનો મોટો જથ્થો ઝડપાયો હતો. કચ્છની દરિયાઈ સીમમાં સતત કેફી દ્રવ્યોનો જથ્થો પકડાતા પાડોશી દેશોની નાપાક હરકતોનો પર્દાફાશ થયો છે.