Get The App

ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેના ઘરે SOGના દરોડા, 1.39 કરોડની રોકડ જપ્ત

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેના ઘરે SOGના દરોડા, 1.39 કરોડની રોકડ જપ્ત 1 - image


Vadodara News: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેના વડોદરા ખાતેના ઘરે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. તેના ઘરમાંથી 1.39 કરોડની રોકડ મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, આ રોકડ તુષાર અરોઠેના પુત્ર રિષિ આરોઠેએ આંગઢિયા મારફતે મોકલી હતી. પોલીસે રોકડા રકમ વિશે પૂછપરછ કરતા તુષાર આરોઠે જવાબ આપી શક્યો નહતો. હાલ પોલીસે આ મામલે તુષાર અરોઠે સહિત મહારાષ્ટ્રના વિક્રાંત રાયપતવાર, અમિત જળીતની પણ અટકાયત કરી છે. નોંધનીય છે કે,અગાઉ રિષિ આરોઠે કિક્રેટ સટ્ટા અને ચિટિંગના કેસમાં સંડોવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, તુષાર અરોઠેની 2019માં સટ્ટા કેસમાં ધરપકડ કરાઈ હતી. તુષાર અરોઠે સહિતના સટોડિયાઓ અલકાપુરીના એક કાફેમાં પ્રોજેક્ટર ઉપર મેચ જોતાંજોતાં મોબાઈલના વિવિધ સોફ્ટવેરની મદદથી સટ્ટો રમતા હતા. ત્યારે આ વખતે ફરીએકવાર તુષાર અરોઠે તેમના ઘરેથી કરોડોની રકમ મળી આવતા ફરી ચર્ચામાં આવ્યા છે.


Google NewsGoogle News