ઇરાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ છે..તેમ કહી સોફ્ટવેર એન્જિનિયરને ડિજિટલ એરેસ્ટ કરી 56 લાખ પડાવ્યા
એન્જિનિયરે કહ્યું,મેં કોઇ પાર્સલ મોકલ્યું જ નથી,DSP તરીકે વાત કરતા ઠગે બેન્ક કાર્યવાહી કરાવી
વડોદરાઃ વડોદરામાં ડિજિટલ એરેસ્ટના એક પછી એક કિસ્સા બહાર આવી રહ્યા છે ત્યારે આઇટી કંપનીમાં ફરજ બજાવતા સોફ્ટવેર એન્જિનિયરને ડ્રગ્સના પાર્સલના નામે ધમકાવી ઓનલાઇન ઠગોએ રૃ.૫૬.૫૧ લાખ પડાવી લીધા હોવાનો કિસ્સો બનતાં સાયબર સેલે તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં જ વડોદરામાં એક સિનિયર સિટિઝનને મની લોન્ડરિંગના નામે ધમકાવી ઠગોએ ૪૫ દિવસ ડિજિટલ એરેસ્ટ કરીને રૃ.૧.૫૯ કરોડ તેમજ અન્ય એક સિનિયર સિટિઝનને પાર્સલના નામે તેમજ સુપ્રીમની નોટિસના નામે ધમકાવી ૧મહિનો ડિજિટલ એરેસ્ટ કરીને રૃ.૧.૨૧ કરોડ પડાવી લીધા હોવાના બે બનાવ બન્યા હતા.જ્યારે તે પહેલાં પણ આ પ્રકારના બનાવો બની ચૂક્યા છે.
શહેરના જૂના પાદરા રોડ પર આવેલી ટયુબ કંપનીની સામે રહેતા સોફ્ટવેર એન્જિનિયર અમિત પરીખને આવી જ રીતે ગઇ તા.ગઇ તા.૨૬મી નવેમ્બરે ૮૯૭.. નંબર થી શરૃ થતા મોબાઇલ પરથી કોલ આવ્યો હતો અને તેમાં ફ્રેડેક્ષ કુરિયરમાંથી તમારું ઇરાન જતું પાર્સલ ઇલિગલ મટિરિયલ હોવાથી અટક્યું છે તેમ કહેતાં એન્જિનિયરે મેં કોઇ કુરિયર મોકલ્યું નથી તેમ કહ્યું હતું.
ફોન કરનારે ડીએસપી સાથે વાત કરો તેમ કહી કોલ ટ્રાન્સફર કર્યો હતો.ડીએસપીએ સ્કાઇપી પર વીડિયો કોલ કરવા કહ્યું હતું.જેથી યુવકે કોલ કરતાં ઠગે તમારા આધાર કાર્ડનો મીસયુઝ થયો છે,મુંબઇ આવવા રેડી છો..તેમ પૂછી સવાલો કર્યા હતા.તેણે ડો.તાકીર એહમદ સાથે શું કનેક્શન છે..તેમ પૂછી ધમકી આપી હતી.તેણે ડેબિટ કાર્ડ પણ બતાવ્યા હતા.જે યુવકે તેના નહિ હોવાનું કહ્યું હતું.આમ છતાં તેને વારંવાર ધમકાવી કોલ કટ નહિ કરવાની સૂચના આપી બેન્ક સ્ટેટમેન્ટ વંચાવી સર્વિસ રિક્વેસ્ટ મારફતે ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારી હતી.
ઠગોએ એન્જિનિયરની માતાનું એકાઉન્ટ પણ જોઇન્ટ કરાવ્યું હતું અને ત્યારબાદ આરબીઆઇ રિલિફ એકાઉન્ટમાં રૃ.૫૬.૫૧ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.ત્યારપછી વીડિયોકોલ કટ થઇ ગયો હતો. આરબીઆઇમાંથી આ રકમ રિવર્ટ નહિ થતાં યુવકને ઠગાઇ થઇ હોવાનું જણાયું હતું અને સાયબર સેલને ફરિયાદ કરી હતી.
ચહેરો છુપાવી ડીએસપી તરીકે ઠગે શી વાતચીત કરી
ડો.તારીકના તમે પાર્ટનર છો,તમારું કનેક્શન શું છે...
ઠગે બેન્ક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારાવી,લોન રિક્વેસ્ટ કરાવી,માતા નું એકાઉન્ટ જોઇન કરાવ્યું
ડ્રગ્સના પાર્સલના કેસમાં તપાસ અધિકારી તરીકે સોફ્ટવેર એન્જિનિયરનું ઇન્ટ્રોગેશન કરનાર ડીએસપીએ પોતાનો ચહેરો છુપાવી રાખ્યો હતો.તેણે કરેલી વાતચીતના કેટલાક અંશ આ મુજબ છે.
ઠગઃ ઇરાન મોકલેલા પાર્સલમાં ઇલિગલ મટિરિયલ હોવાથી એફઆઇઆર થઇ છે.તમારા આધાર કાર્ડનો મિસયુઝ થયો છે. તમે મુંબઇ આવવા રેડી છો ?
યુવકઃના.
ઠગઃ હાલમાં તમે ક્યાં છો,શું કામ કરો છો..એફઆઇઆર થઇ હોવાથી થ્રી સ્ટેપ વેરિફિકેશન કરવું પડશે.અમારા ડીએસપી પૂછપરછ કરશે.
ડીએસપીઃ તમે મને સ્કાઇપી એમએચ.. પર સર્ચ કરી વીડિયો કોલ કરો.
યુવકઃહા
ડીએસપીઃ(ફેસ છુપાવી)તમને કોઇના પર ડાઉટ છે ?
યુવકઃ ના
ડીએસપીઃતમારું બેન્ક સ્ટેટમેન્ટ મોકલો.તમારા આધારકાર્ડનો ડ્રગ્સમાં ઉપયોગ થયો છે.ફોન કટ ના કરશો અને પૂછું તેના સાચા જવાબો આપશો.
ડીએસપીઃ ડો.તારીક એહમદ સાથે તમારું શું કનેક્શન છે ?તેના પાર્ટનર છો?
યુવકઃના
ડીએસપીઃ(ડેબિટ કાર્ડ બતાવી)આ કાર્ડ તમારા છે?
યુવકઃ ના
ડીએસપીઃતો તમારા ડેબિટ કાર્ડનો સ્ક્રીન શોર્ટ મોકલો.
યુવકઃહા
ડીએસપીઃતમારા બેન્ક સ્ટેટમેન્ટ રીડ કરો.બેન્કમાં ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાની સર્વિસ રિક્વેસ્ટ કરો.
યુવકઃકરી
ડીએસપીઃઆરબીઆઇ રીલિફ એકાઉન્ટમાં બેનિફિસિયરી તરીકે એકાઉન્ટ એડ કરો.
ડીએસપીઃલોન એપ ડાઉનલોડ કરો(કેવાયસી અને કેએફસીના નામે કન્ફ્યુઝન કરે છે)તમારા એકાઉન્ટમાં કેએફસી હોઇ આરબીઆઇમાંથી ફંડ રીલિઝ કરવું પડે.
યુવકઃ૩૬.૫૫ લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું
ડીએસપીઃતમારા રૃપિયા રિવર્ટ થઇ જશે. માતાનું એકાઉન્ટ પણ એડ કરો.(વીડિયો કટ થઇ જાય છે).