વડોદરામાં સ્થાયી સમિતિ ચેરમેનના સૂચનનો વિરોધ : સામાજિક કાર્યકર દોરડા, રબરની ટ્યુબ લઈને પાલિકા કચેરીએ પહોંચ્યા

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
વડોદરામાં સ્થાયી સમિતિ ચેરમેનના સૂચનનો વિરોધ : સામાજિક કાર્યકર દોરડા, રબરની ટ્યુબ લઈને પાલિકા કચેરીએ પહોંચ્યા 1 - image


Vadodara Corporation Protest : વડોદરામાં ગણતરીના દિવસોમાં બે વાર આવેલા માનવસર્જિત પૂરની પરિસ્થિતિ બાદ પાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીએ પુરથી બચવા શહેરીજનોને દોરડા, ટ્યુબ અને તરાપા વસાવી લેવા કરેલા સૂચનથી ભારે વિરોધ અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 

ઉલ્લેખનીય છે કે શહેરમાં આવેલા માનવસર્જિત બે વારના પૂર બાદ પાલિકા તંત્રના પદાધિકારીઓ પર જાતજાતના આક્ષેપો શરૂ થયા હતા. પરિણામે તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીએ શહેરીજનો માટે એવું સૂચન કર્યું કે, લોકોએ પૂરની પરિસ્થિતિમાં રહેતા શીખવું પડશે અને લોકોએ ઘરમાં રબરની ટ્યુબ, ટોર્ચ, તરાપા અને દોરડા વસાવી લેવા જોઈએ એવી શિખામણ આપતા વિવાદ સર્જાયો છે.

વડોદરા પાલિકા કચેરીએ સામાજિક કાર્યકરો દોરડા, ટ્યુબ લઈને લોકો પહોંચી ગયા હતા. જ્યાં સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું કે, ગેરકાયદે ઝૂંપડા, મકાન પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે તોડવામાં આવે છે તો પછી વિશ્વામિત્રી નદી આસપાસના દબાણો તોડતાં કેમ નથી ??

આ પણ વાંચો : વડોદરાના લોકો હવે ઘરમાં તરાપા, દોરડાં રબર ટ્યુબ રાખે, સ્થાયી સમિતિના અઘ્યક્ષની હાસ્યાસ્પદ શિખામણ


Google NewsGoogle News