જામનગરમાં અત્યાર સુધીમાં કોલેરાનાં 27 પોઝિટિવ કેસઃ 3 દર્દી દાખલ
કોલેરા-ચાંદીપુરા સહિતનાં રોગચાળાને નિયંત્રણમાં લેવા દોડધામ : આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ઘરે-ઘરે સર્વેલન્સ, વોટર વર્કસ વિભાગ દ્વારા પાણીનાં નમૂના લેવાયા : જંતુનાશક દવાનો છંટકાવ
જામનગર, : જામનગરમાં કોલેરા અને ચાંદીપુરા વાયરસ સહિતનાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તંત્રની દોડધામ યથાવત રહી છે. જેમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ઘરે-ઘરે સર્વેલન્સ ચાલુ છે તો વોટર વર્કસ વિભાગ દ્વારા પાણીનાં નમુના લેવાયા છે.
જામનગરમાં આજે તા. 31નાં રોજ કોલેરાના કોઈ પોઝીટીવ કેસ આવેલ નથી. આજ દિવસ સુધી કોલેરાનાં કુલ 27 પોઝીટીવ કેસ નોંધાયા છે. તેમાંથી પુરુષ- 12 અને સ્ત્રી- 15 છે. હાલ જી.જી હોસ્પીટલ સારવાર હેઠળ-૩ દાખલ છે અને હોસ્પીટલમાંથી કુલ દર્દી- 23 દર્દીઓને રજા આપવામાં આવી છે. અને 1 દર્દીને ઓ.પી.ડી. સારવાર આપવામાં આવી હતી.
આરોગ્ય કેન્દ્ર મેડીકલ ટીમ દ્વારા વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવ્યું છે, તેમાં મેડીકલ ટીમ 20, ઘરની સંખ્યા- 1231, વસ્તી- 5194, ORS પેકેટનું વિતરણ- 108, ક્લોરીન ટેબલેટ વિતરણ- 8210, ઝાડાનાં કેસ-3, રેસીડયુઅલ કલોરીન ટેસ્ટ કર્યાની સંખ્યા- 36, તેમાંથી ટેસ્ટ પોઝીટીવ- 36, ટેસ્ટ નેગેટીવ- 0 કરવામાં આવેલ છે.
વોટરવર્કસ વિભાગ દ્વારા બેકટેરીયોલોજીકલ પરીક્ષણ- 37 સેમ્પલ લેવામાં આવેલ છે, તેમાંથી પીવાલાયક-૨૬, બીન પીવાલાયક-૫ (બોર) છે. અને ૫ સેમ્પલની તપાસણી કરવાની બાકી છે. ભૂગર્ભ ગટર શાખા દ્વારા ૨૧ ગટર લાઈનની સફાઈ કરવામાં આવેલ છે.ફૂડ શાખા દ્વારા લુઝ ડ્રીન્કીંગ વાટર ટેસ્ટ સેમ્પલ 80 તેમાંથી 54 રીપોર્ટ ફીટ આવેલ છે. અને 26 પેન્ડીંગ છે. સોલીડ વેસ્ટ શાખા દ્વારા ૪૨૨૫ કિલો જંતુનાશક દવાનાં પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો છે.
જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસનો ૧ શંકાસ્પદ કેઈસ નોંધાયેલ હતો. શહેરમાં ચાંદીપુરા વાયરસનાં કેઈસ ન નોંધાય તે માટે આગમચેતી નાં પગલાં લેવામાં આવ્યા છે. જેમાં શહેરમાં આવેલા ૩૬૭૯ જેટલા કાચાપાકા ઘરોમાં મેલોથીયોન (૫ ટકા) દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. 44 જેટલા કાચાપાકા ઘરોની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. 313 જેટલી આંગણવાડી તથા 274 શાળાઓની આસપાસ જંતુનાશક દવાનો છાંટકાવ કરવામાં આવ્યો છે. ૫ આંગણવાડી તથા ૪ સ્કુલની અંદર જંતુનાશક દવાનો છાંટકાવ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત શહેરમાં મચ્છરજન્યરોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયાનાં કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પતિની નિયંત્રિત કરી શકાય, તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.