મોબાઇલ પર વાત કરતા યુવકના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો
બાઇક પર આવેલા બે આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી
વડોદરા,રણોલી વી.કે.પટેલ કંપાઉન્ડ નજીકથી મોબાઇલ ફોન પર વાત કરતા ચાલતા જતા યુવકના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવીને બાઇક સવાર બે આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
મુંબઇના ઘાટકોપર નારાયણ નગરમાં અકબર લાલા કંપાઉન્ડમાં રહેતો ૨૩ વર્ષનો ઔરંગઝેબ જોહરઅલી શેખ હાલમાં તેના પિતા સાથે રણોલી જી.આઇ.ડી.સી. શિવશક્તિ એસ્ટેટની બાજુમાં રહે છે. જવાહર નગર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે પોણા અગિયાર વાગ્યે હું તથા મારો મિત્ર બદરૃદ્દીન શેખ ચાલતા ઘરે જતા હતા. તે સમયે વી.કે. પટેલ કંપાઉન્ડની પાસે આવતા મારા માતાનો કોલ આવતા હું મોબાઇલ પર વાતો કરતો હતો. તે દરમિયાન પાછળથી અચાનક બાઇક સવાર આરોપીઓ આવ્યા હતા. તેઓ મારા હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવીને ફરાર થઇ ગયા હતા. બાઇક સવારે ગુલાબી કલરનું તથા પાછળ બેસેલા આરોપીએ કાળા કલરનું જાકીટ પહેર્યુ હતું. બંનેએ મોંઢા પર રૃમાલ બાંધ્યા હતા.