જામનગરના મંદિરમાંથી દાનપેટીની ચોરી કરનાર તસ્કરો જામનગર પોલીસના સંકજામાં, રોકડ અને દાન પેટી કબજે
Jamnagar Theft Case : જામનગરમાં શંકર ટેકરી સુભાષ પરા શેરી નંબર-1 માં આવેલા જાગનાથ મહાદેવના મંદિરને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને મંદિરમાં રહેલી દાન પેટીની ચોરી કરી ગયા હતા ગત 9.10.2024 ના રાત્રીના 11.00 વાગ્યાથી સવારે 7.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ચોરી થઈ હોવાનું પોલીસમાં જાહેર થયું હતું, અને આશરે રૂપિયા સાડા ત્રણ હજારની પરચુરણ રકમની સાથેની દાન પેટી તસ્કરો ઉઠાવી ગયા હતા. જે મામલે સીટી સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદેલી નાખ્યો હતો.
પોલીસે દાન પેટી સહિત સ્થાનિક વિસ્તારમાં રહેતા વિનોદ ભુરાભાઈ કંબોયાની અટકાયત કરી લીધી હતી, અને તેની પાસેથી રૂપિયા ૩,500 નું પરચુરણ તેમજ લોખંડની દાન પેટી કબજે કરી હતી. જેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.