Get The App

જામનગરમાં મહિલા પોસ્ટમેનના થેલાને નિશાન બનાવતા તસ્કરો : બે નંગ મોબાઈલ અને ટપાલોનો થેલો ચોરતો તસ્કર સીસીટીવીમાં કેદ

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરમાં મહિલા પોસ્ટમેનના થેલાને નિશાન બનાવતા તસ્કરો  :  બે નંગ મોબાઈલ અને ટપાલોનો થેલો ચોરતો તસ્કર સીસીટીવીમાં કેદ 1 - image


Jamnagar Theft Case : જામનગર શહેરમાં તસ્કરો બેખોફ બન્યા છે, અને એક મહિલા પોસ્ટમેનને પણ નિશાન બનાવી લઈ સરકારી ટપાલોનો થેલો, કે જેમાં બે નંગ મોબાઈલ ફોન અને સરકારી ટપાલનો જથ્થો હતો, જે થેલાની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જેમાં પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તસ્કરને શોધવાની કવાયત શરૂ કરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગતે વિશે કે મૂળ જુનાગઢ જિલ્લાના કેશોદના વતની અને હાલ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી પૂજાબેન બાલુભાઈ ગરચર ઉંમર (વર્ષ 28) કે જેઓ ગઈકાલે સવારે 11.30 વાગ્યાના અરસામાં મિગ કોલોની વિસ્તારમાં શાંતિ હાઈટસ નામની બિલ્ડીંગમાં ટપાલ આપવા માટે ગયા હતા.

તેઓએ પોતાનો ટપાલ સાથેનો થેલો એકટીવા સ્કૂટરમાં રાખ્યો હતો, અને બિલ્ડીંગમાં ટપાલ દઈને પરત આવ્યા હતા. જે દરમિયાન સ્કૂટરમાં રાખેલો તેમનો થેલો કોઈ તસ્કરો ઉઠાવી ગયા હતા. જે થેલામાં પોસ્ટ ઓફિસનો એક સરકારી મોબાઈલ ફોન, તેમજ પોતાનો ખાનગી મોબાઇલ ફોન તથા જુદીજુદી રજીસ્ટર એડી સહિતની ટપાલ વગેરેનો જથ્થો હતો, તે થેલાની ચોરી કરી ગયા હોવાથી અજાણ્યા તસ્કર સામે સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

 જે ફરિયાદના અનુસંધાને પીએસઆઇ એલ.બી.જાડેજા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં એક શખ્સ થેલાની ઉઠાંતરી કરીને જઈ રહેલો જોવા મળ્યો હતો. તે સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસે તસ્કાને શોધી કાઢવા માટેની કવાયત શરૂ કરી છે.

Tags :