વડોદરાના વાસણા રોડ પર 200 પેટી દારૂની ટ્રક પકડાવાના બનાવમાં એક ખેપીયો ઝડપાયો
Vadodara Liquor Crime : વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં બે દિવસ પહેલા બિનવારસી હાલતમાં દારૂ ભરેલી ટ્રક પકડાવાના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચ એક ખેપીયાને ઝડપી પાડ્યો છે.
વાસણા ખાતે ઘરવખરીના સામાનમાં દારૂ ભરેલી ટ્રક આવી હોવાની વિગતોને પગલે ગોત્રી પોલીસે દરોડો પાડી 13 લાખ ઉપરાંતની કિંમતની દારૂની 200 પેટી કબજે કરી હતી. પોલીસને જોઈ બે લોકો સ્થળ પરથી ભાગી છુટ્યા હતા. જેથી પોલીસે મોટરસાયકલ કબજે લીધી હતી.
આ બનાવમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દારૂની ખેપમાં સંડોવાયેલા ભાવેશ જગદીશભાઈ પરમાર (કુંભાર ફળિયા, વાસણા, વડોદરા) ને વડોદરા પાદરા રોડ પર એક પાનના ગલ્લેથી ઝડપી પાડ્યો હતો.