Get The App

ધ્રાંગધ્રામાં બાઈકના શોરૂમના ગોડાઉનમાંથી ચોરેલા બાઇક સાથે તસ્કર ઝડપાયો

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
ધ્રાંગધ્રામાં બાઈકના શોરૂમના ગોડાઉનમાંથી ચોરેલા બાઇક સાથે તસ્કર ઝડપાયો 1 - image


- ચોરાઉ બાઇક સાથે લટાર મારવા નિકળ્યો ને ઝડપાઇ ગયો

- પોલીસે ગોડાઉનમાંથી ચોરેલા 12 બાઈક સહિત રૂ. 9.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા શહેરમાંથી ચોરીના બાઈક સાથે એક શખ્સ ઝડપાયો છે. આરોપીએ બાઇકના શોરૂમના ગોડાઉનમાંથી બાઈકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. એલસીબી પોલીસે ૧૨ બાઈક સહિતના મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમે બાઈકચોર ઝડપી પાડતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

ધ્રાંગધ્રા-હળવદ રોડ પર ગત ૦૬ ડિસેમ્બરે શ્રીજી હીરો નામના બાઈકના શોરૂમના ગોડાઉનનું ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં તસ્કરોએ તાળુ તોડી ૧૨ જેટલા બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. દરમિયાન ધ્રાંગધ્રા સબ જેલ પાસેથી ચોરેલ બાઈક સાથે જઇ રહેલા ગૌતમ વિજયભાઈ મકવાણા (રહે.આંબેડકરનગર ધ્રાંગધ્રા) શખ્સને પોલીસે રોકી પુછપરછ કરી હતી. બાઇક અંગે પુછપરછ કરતા બાઇકના શોરૂમના ગોડાઉનમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ચોરીના કુલ ૧૨ બાઈક કિંમત રૂા.૯,૬૦,૦૦૦ સહિતના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડી ધ્રાંગધ્રા સીટી પોલીસને સોંપી કાર્યવાહી હાથધરી હતી. આ ગુનામાં અન્ય કોઇ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તેમજ આરોપી ગૌતમ ચોરીના અન્ય કોઇ બનાવમાં સંડોવાયેલો છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે. 



Google NewsGoogle News