Get The App

સુરત પાલિકાના ફૂડ વિભાગે પોંક અને પોંકવડાના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
સુરત પાલિકાના ફૂડ વિભાગે પોંક અને પોંકવડાના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા 1 - image


Surat : શિયાળાની શરૂઆત સાથે જ સુરતમાં પોંકની સિઝન શરૂ થઈ જાય છે પોંકની સાથે-સાથે પોંકની બનેલી જાત જાતની વાનગીનું પણ વેચાણ થઈ રહ્યું છે.    સુરતમાં પોંક નગરી કેટલાક લોકો ટેસથી વાનગી આરોગી રહ્યાં છે પરંતુ પોંક વડા અને અન્ય વાનગીઓમાં ભેળસેળ પકડાતી નથી સુરતીઓ પોંક વડાના બદલે જુવાર વડા ખાઈ રહ્યાં છે. આવી અનેક ફરિયાદ બાદ આજે સુરત પાલિકાના ફૂડ વિભાગે શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં પોંક, પોંક વડાનું વેચાણ કરનારા 17 વેપારીઓને ત્યાંથી 23 નમૂના લઈને ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. 

હાલમાં શિયાળાની શરુઆતથી સુરતમાં મોડે મોડે પોંકનું આગમન થયું છે અને મીઠાઈ કરતાં પણ વધુ મોંઘો પોંકનું વેચાણ થઈ રહ્યું છે. પરંતુ સુરતમાં પોંકની બનતી વાનગી અને પોંક સાથે ખવાતી વાનગીઓમાં ભેળસેળ હોવાની ફરિયાદ બહાર આવી છે. આવી ફરિયાદ બાદ પાલિકાના આરોગ્ય તંત્ર જાગ્યું છે અને ફુડ વિભાગે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પોંક અને પોંકવડાનું વેચાણ કરનારા 17 વેપારીઓને ત્યાંથી નમૂના લઈને ચકાસણી માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જે સંસ્થાનો નમુનો નિષ્ફળ જશે તેની સામે પાલિકા કાર્યવાહી કરશે. 

આ સંસ્થામાંથી પાલિકાએ નમૂના લીધા છે

1. જનતા પોંક વડા સ્ટોલ નવયુગ કોલેજ પાસે, રાંદેર રોડ, સુરત

2.  શ્રી સાંઈનાથ પોંકવડા કેન્દ્ર,  ઓપીપી. અડાજણ બસ ડેપો, અડાજણ પાટીયા, સુરત

3.   સાંઈ આનંદ પોંક વડા સ્ટોલ,   સરદાર બ્રિજ નીચે, અડાજણ

4. દત્તાત્રેય પોંક વડા સ્ટોર અને લીલો પોંક, નવી પોંક નગરી સરદાર બ્રિજ નીચે 

5.  વેલ કમ ફાસ્ટ ફૂડ ઝડફીયા બિલ્ડીંગ નીચે હીરાબાગહ

6. સત્કાર પોંક વડા સ્ટોલ, નવી પોંક નગરી સરદાર બ્રિજ નીચે

7.  શ્રીનાથ પોંક વડા મેલા વાલા ગ્રાઉન્ડ કંતારેશ્વર મહાદેવ મંદિર નજીક, કતારગામ , 

8.  શ્રીનાથજી પોંકવાડા કેન્દ્ર, અક્ષરદીપ સોસાયટી, વેડરોડ

9.  શ્રી રામ પોંકવાડા, લક્ષ્મી નિવાર, હીરાબાગ વરાછા રોડ

10.  શ્રી રામ પોંક વડા સ્ટોલ , પટેલ વાડી, રંગીલા પાર્ક , ઘોડદોડ રોડ 

11.  દત્તાત્રેય પોંક વડા સ્ટોલ,  પટેલ વાડી, રંગીલા પાર્ક , ઘોડદોડ રોડ 

12.  સાઈનાથ પોંક વડા સ્ટોલ , પટેલ વાડી, રંગીલા પાર્ક, ઘોડદોડ રોડ

13. જય અંબે પોંક વડા સ્ટોલ, પટેલ વાડી, રંગીલા પાર્ક, ઘોડદોડ રોડ

14. પટેલ પોંક સેન્ટર, નવી પોંક નગરી સરદાર બ્રિજ નીચે

15. પટેલ પોંક સેન્ટર નવી પોંક નગરી સરદાર બ્રિજ નીચે

16.  જય અંબે પોંક સેન્ટર, નવી પોંક નગરી સરદાર બ્રિજ નીચે


Google NewsGoogle News