Get The App

સુરત મનપા સંચાલિત શાળાઓમાં શિક્ષકોની ભરતી જાહેર, આવી રીતે કરો અરજી

Updated: Mar 25th, 2025


Google News
Google News
સુરત મનપા સંચાલિત શાળાઓમાં શિક્ષકોની ભરતી જાહેર, આવી રીતે કરો અરજી 1 - image


SMC Recruitment 2025: સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તની વિવિધ માધ્યમોની શાળાઓમાં અલગ અલગ વિષયના કુલ 83 શિક્ષકોની ભરતી જાહેર થઈ છે. 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની માસિક ફિક્સ પગારથી ભરતી કરાશે. આ માટે ઉમેદવારો માત્ર ઓનલાઈન અરજી કરી શકશે.

અરજદારે www.suratmunicipal.gov.inની વેબસાઈટ પર તા. 26 માર્ચ 2025 (સમય : સવારે 11 કલાક) થી તા. 15 એપ્રિલ 2025 (સમય: રાત્રે 11 કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખાલી જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ (રીકુટમેન્ટ) વિભાગનો ફોન નં.0261-2423751-56 પર સંપર્ક કરવો.

નોટિફિકેશનમાં જણાવાયું છે કે, કરાર આધારિત શિક્ષકોનો કરાર 11 (અગિયાર) મહિનાનો રહેશે. અગિયાર મહિનાના કરાર સમયગાળાની સમાપ્ત થવા પર કરાર આપમેળે રદ થયેલ માનવામાં આવશે. ત્યારે કયા કયા વિષયના શિક્ષકોની ભરતી થશે? કોણ અરજી શકે? અને કેવી રીતે અરજી કરવી? તે જાણો...

સુરત મનપા સંચાલિત શાળાઓમાં શિક્ષકોની ભરતી જાહેર, આવી રીતે કરો અરજી 2 - image

સુરત મનપા સંચાલિત શાળાઓમાં શિક્ષકોની ભરતી જાહેર, આવી રીતે કરો અરજી 3 - image

સુરત મનપા સંચાલિત શાળાઓમાં શિક્ષકોની ભરતી જાહેર, આવી રીતે કરો અરજી 4 - image

સુરત મનપા સંચાલિત શાળાઓમાં શિક્ષકોની ભરતી જાહેર, આવી રીતે કરો અરજી 5 - imageસુરત મનપા સંચાલિત શાળાઓમાં શિક્ષકોની ભરતી જાહેર, આવી રીતે કરો અરજી 6 - imageસુરત મનપા સંચાલિત શાળાઓમાં શિક્ષકોની ભરતી જાહેર, આવી રીતે કરો અરજી 7 - image

Tags :