Get The App

સુરતમાં સચીન રેલ્વે ઓવર બ્રિજ નીચે ઈ-બસ માટે ચાર્જીંગ સ્ટેશન બનાવવાની કવાયત : પાલિકાને 50 લાખની બચત થશે

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
સુરતમાં સચીન રેલ્વે ઓવર બ્રિજ નીચે ઈ-બસ માટે ચાર્જીંગ સ્ટેશન બનાવવાની કવાયત : પાલિકાને 50 લાખની બચત થશે 1 - image

image : Social media

Surat Corporation : સુરત પાલિકા વિસ્તારમાં દોડતી ઈ-બસના કારણે ડીઝલની બચત તો થઈ રહી છે પરંતુ પાલિકા હવે ઈ-બસ માટે ઇન્ટરમીડીએટ ચાર્જિંગ સ્ટેશન પાલિકાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. સચીન રેલ્વે ઓવર બ્રિજ નીચે પાલિકા ઇન્ટરમીડીએટ ચાર્જિંગ સ્ટેશન બનાવવા જઈ રહી છે જેના કારણે પાલિકાને રોજના 300 ડેડ કિલોમીટર બચશે અને તેનાથી કારણે રોજના 16,500 અને વાર્ષિક 50 લાખથી વધુની આવક થશે.

સુરત પાલિકા દ્વારા શહેરમાં સામુહિક પરિવહન સેવામાં તબક્કાવાર ડીઝલ બસને બદલે ઈ-બસ ઉમેરી રહી છે અને વર્ષ 2025 ના અંતમાં તો તમામ ઈ-બસ દોડે તેવું આયોજન કરી રહી છે. સુરત પાલિકાના ઈ-બસ પર ભાર મૂકવાના કારણે પાલિકાને પર્યાવરણ સાથે સાથે ડીઝલની પણ બચત થઈ રહી છે. પાલિકાના કેટલાક રૂટ લાંબા છે અને તેમાં દોડતી ઈ-બસને ચાર્જિંગ સ્ટેશન માટે સ્ટેશન સુધી જતા રોજ સેંકડો ડેડ કિલોમીટરનો વધારો થાય છે અને તેના પૈસા પાલિકાએ ચૂકવવા પડે છે. 

આ સમસ્યાના નિકાલ માટે પાલિકાએ હવે ઇન્ટરમીડીએટ ચાર્જિંગ સ્ટેશનનો વિકલ્પ અજમાવ્યો છે. સુરત પાલિકાના સચીનથી કામરેજના સૌથી લાંબા 32 કિલોમીટરના રૂટ પર દોડતી બસ ચાર્જિંગ માટે અલથાણ બસ ડેપો પર જાય છે. આ રૂટ પર રોજ 48 બસ દોડે છે અને 498 ફેરા કરે છે. તેથી સચીનથી અલથાણ સુધી બસ ચાર્જિંગમાં જાય છે તેના રોજના 300 ડેડ કિલોમીટરનો વધારો થાય છે અને તેના પૈસા પાલિકાએ ચૂકવવા પડે છે. 

આવા સમસ્યાના નિવારણ માટે સુરત પાલિકાએ સચીન રેલ્વે ઓવર બ્રિજ નીચે ઇન્ટરમીડીએટ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય કર્યો છે અને આગામી એકાદ મહિનામાં તે ચાલુ પણ થઈ જશે. જેના કારણે આ રૂટ પર દોડતી બસ માટે ચાજીંગ રેલ્વે ઓવર બ્રિજ નીચે જ થઈ જશે અને તેથી પાલિકાને રોજની 16500ની અને વાર્ષિક 50 લાખ રૂપિયાની બચત થશે. 

સુરત પાલિકાનો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થયાં બાદ સુરત પાલિકા આવા જ રૂટ ચાલે છે તેવા વેસુ, જહાંગીરપુરા અને પાલ તથા ઓએનજીસી વિસ્તારમાં પણ ઇન્ટરમીડીએટ ચાર્જિંગ સ્ટેશન બનાવશે.


Google NewsGoogle News