Get The App

ડીસાની ઘટના બાદ પાલિકા તંત્ર જાગ્યું : સુરતમાં ફટાકડા વેચાણ-સ્ટોરેજની દુકાન-ગોડાઉનનો સર્વે કરી યાદી તૈયાર કરવા આદેશ

Updated: Apr 4th, 2025


Google News
Google News
ડીસાની ઘટના બાદ પાલિકા તંત્ર જાગ્યું : સુરતમાં ફટાકડા વેચાણ-સ્ટોરેજની દુકાન-ગોડાઉનનો સર્વે કરી યાદી તૈયાર કરવા આદેશ 1 - image


Surat Corporation : ડીસા શહેરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બાદ સુરત પાલિકા તંત્ર પણ જાગ્યું છે. પાલિકાના ફાયર વિભાગે સુરતમાં ફટાકડા વેચાણ-સ્ટોરેજની દુકાન-ગોડાઉનનો સર્વે કરી યાદી તૈયાર કરવા આદેશ આપ્યો છે અને સર્વેમાં બહાર આવેલી મિલ્કતોના પુરાવા ચેક કરાશે ક્ષતિ હોય તો મિલકત સીલ કરવા સૂચના આપવામાં આવી છે. 

સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારી ડીસા ફટાકડાની ફેક્ટરીમાં આગ અને તેમાં શ્રમજીવીઓએ જીવ ગુમાવ્યા બાદ સુરત સહિત સમગ્ર ગુજરાત એલર્ટ થઈ ગયું છે. સુરત શહેરમાં આવા કોઈ પણ અણધાર્યા અકસ્માત નહીં થાય તે સુનિશ્ચિત કરવા માટે સુરત પાલિકાના ફાયર વિભાગે કામગીરી શરૂ કરી છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ફટાકડા, વિસ્ફોટકોનો વેચાણ કરતી દુકાનો, સ્ટોરેજ ગોડાઉન, ઉત્પાદન કરતી ફેક્ટરી, એકમોની યાદી તૈયાર કરવા માટે સૂચના આપી છે. 

આ શર્વે દરમિયાન આ ફટાકડા વેચાણ, સ્ટોરેજ, કે ગોડાઉન પાસે પાલિકાની એન.ઓ.સી. છે કે નહીં તથા લાયસન્સ છે કે નહીં તેની વિગત રોજે રોજ પાલિકામાં આપવા સુચના આપી છે. જો આ મિલકતમાં કોઈ ક્ષતિ મળી આવે તો એકમ કે મિલ્કત સીલ કરવા માટે પણ સુચના આપી છે. 

Tags :