સુરત પાલિકાની પેટા ચૂંટણીમાં બબાલ: કુંભારીયા વિસ્તારમાં આપ,કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે હોબાળો
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ છે. આજે સવારથી ધીમી ગતિએ મતદાન શરૂ થયું છે પરંતુ વોર્ડ નંબર 18 માં આવેલા કુંભારીયા સુડા વિસ્તારમાં મતદાન વેળાએ ભાજપના કાર્યકરોએ ખેસ પહેરી મતદાન દરમિયાન આચાર સંહિતાનો ભંગ કર્યાનો આક્ષેપ સાથે બબાલ થઈ હતી. ભારે હોબાળો થતાં પોલીસ આવી પહોંચી હતી અને પોલીસની દરમિયાનગીરી બાદ મામલો ઠાળે પડ્યો હતો.
સુરત પાલિકાના વોર્ડ નંબર 18ના કોર્પોરે્ટર ગેમર દેસાઈના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા માટે ચુંટણી જાહેર થઈ હતી અને તેના માટે આજે સવારથી મતદાન શરુ થયું હતું. રવિવાર અને રાજકીય કાર્યકરોએ ફોજ ઉતારી દીધી હોવા છતાં પણ મતદારો સવારે ઘણાં ઓછા જોવા મળ્યો હતો. દરમિયાન કુંભારીયા વિસ્તારમા આવેલા સુડા વિસ્તારમાં આપ,કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે હોબાળો થયો હતો. ભાજપના કાર્યકરો ની દાદાગીરી નો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. આચારસંહિતા નો ભંગ કર્યો હોવાનો અન્ય પક્ષના ઉમેદવારોએ કર્યો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મામલો વધુ બીચકે તે પહેલાં પોલીસ આવી ગઈ હતી પોલીસે દરમિયાનગીરી કરીને મામલો ઠાળે પાડ્યો હતો.