Get The App

વડોદરા શિક્ષણ સમિતિની 6 નવી માધ્યમિક શાળાના ધોરણ 9 માં સ્માર્ટ ક્લાસ શરૂ કર્યા

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
વડોદરા શિક્ષણ સમિતિની 6 નવી માધ્યમિક શાળાના ધોરણ 9 માં સ્માર્ટ ક્લાસ શરૂ કર્યા 1 - image


Smart Class in Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત છ નવી માધ્યમિક શાળાઓના ધોરણ 9 માં સ્માર્ટ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિમાં આ વખતે 10 માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી છે. જેમાં 6 ધોરણ 9ની અને 4 ધોરણ 10 ની છે. ધોરણ 9 માં સ્માર્ટ ક્લાસ હતા નહીં. કુબેરેશ્વર માધ્યમિક શાળા, માંજલપુર ખાતે 2024-25માં શરૂ કરેલ 6 નવી માધ્યમિક શાળાઓમાં સેવાભાવી સંસ્થાના સહયોગથી મળેલા સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

વડોદરા શિક્ષણ સમિતિની 6 નવી માધ્યમિક શાળાના ધોરણ 9 માં સ્માર્ટ ક્લાસ શરૂ કર્યા 2 - image

તેમાં કુબેરેશ્વર ઉપરાંતમા ભારતી પ્રાથમિક શાળા-અકોટા, ડોંગરેજી મહારાજ માધ્યમિક શાળા-જય રત્ન, વીર ભગતસિંહ માધ્યમિક શાળા-ફતેપુરા, વીર સાવરકર હિન્દી માધ્યમિક શાળા વીર સાવરકર-ગોરવા અને માધવરાવ સદાશિવરાવ ગોળવલકર માધ્યમિક શાળા-છાણીનો સમાવેશ થાય છે. ગયા વર્ષે પણ શહેરના ચાર ઝોનમાં નવા શૈક્ષણિક સત્રથી ચાર માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી ત્યારે આ ચાર શાળામાં ચાર સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્માર્ટ ક્લાસમાં પરંપરાગત બ્લેકબોર્ડની જગ્યાએ સ્માર્ટ બોર્ડ હોય છે. જેમાં ઓડિયો વીડિયો માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. ટૂંકમાં, આ બોર્ડ એન્ડ્રોઈડ ફોન જેવું જ હોય છે. જેના દ્વારા અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓને કંટાળો પણ રહેતો નથી. શિક્ષણ સમિતિની શાળાઓમાં સંખ્યાબંધ સ્માર્ટ ક્લાસ બની ચૂક્યા છે, અને બાલવાડીઓ પણ સ્માર્ટ બનાવવામાં આવી છે.


Google NewsGoogle News