Get The App

મૃત જાનવરોના નિકાલ માટે સ્લોટર હાઉસનું કામ ટલ્લે ચડયું

બે મહિના પૂર્વે કામ મંજૂર કરી દેવાયું છે કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી

Updated: Apr 1st, 2025


Google News
Google News
મૃત જાનવરોના નિકાલ માટે સ્લોટર હાઉસનું કામ ટલ્લે ચડયું 1 - image

વડોદરા,વડોદરામાં યમુનામિલ અને ગાજરાવાડી વિસ્તારમાં મૃત જાનવરોના નિકાલ માટે વર્ષો જૂના સ્લોટર હાઉસની નર્કાગારની સ્થિતિ છે, બીજીબાજુ નવા સ્લોટર હાઉસનું કામ હજી ચાલુ કરાયું નથી.

વિશ્વકર્માનગર, ગણેશનગર, શાંતિનગર, શક્તિનગર, વાડી વિસ્તારના ગોમતીપુરા, મહાનગર, નારાયણનગર, ભારતવાડી, યમુનામિલની ચાલી, દત્તનગર, બાવરી કુંભારવાડા, મહારાષ્ટ્ર ક્રિડા મંડળના વિસ્તારમાં વર્ષો જૂના સ્લોટર હાઉસથી લોકો દુર્ગંધથી ત્રાહિમામ છે. અહીં દવા છંટકાવ કરાતી નથી નવા સ્લોટર હાઉસ બનાવવા માટે પૈસા ફાળવી દીધા છે, ટેન્ડર પણ મંજૂર થઇ ગયું છે. સ્લોટર હાઉસનું કામ બે મહિના પહેલા સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યું છે, છતાં હજી તેના ઠેકાણા નથી. સ્લોટર હાઉસના કામ માટે જરૃર પડે તો બીજાને કામ સોંપીને તાત્કાલિક કામ ચાલુ કરવા વ્યવસ્થા ગોઠવવી જોઇએ. આ માટે હવે જરૃર પડે તો કોર્ટમાં જવું પડશે, સરકારમાં અને ગુજરાત પોલ્યુશન  કન્ટ્રોલ બોર્ડને પણ કહેવું પડશે તેમ જણાવી વિપક્ષના નેતા ચંદ્રકાન્ત ભથ્થુએ જણાવ્યું હતું તે સ્લોટર હાઉસનો મુદ્દો બહુ ગંભીર છે, અને માથુ ફાડી નાખે તેવી દુર્ગંધથી આરોગ્યના પ્રશ્નો ઊભા થયા છે.

Tags :