નવી સિવિલના ઓપરેશન થિયેટરનાં બ્લોક સામે સ્લેબના પોપડા પડયા

Updated: Oct 28th, 2021


Google NewsGoogle News
નવી સિવિલના ઓપરેશન થિયેટરનાં  બ્લોક સામે  સ્લેબના પોપડા પડયા 1 - image


- સદ્ભાગ્યે ઘટના વેળા સ્થળ પર કોઇ હાજર કે અવર જવર નહી હોવાથી ઇજા કે જાનહાની ટળી

        સુરત,:

નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત થઇ ગઈ  ેહોવાના કારણે અવાર નવાર સ્લેબના ભાગ તેમજ પોપડા પડવાનો સિલસિલો યથાવત છે. આજે સવારે પણ સિવિલના ઓપરેશન થિયેટર બ્લોક પાસે સ્લેબનાં ટુકડા પડયા હતા.જોકે સદનસીબે કોઈ જાનહાનિ નહીં થવા પામી હતી.

 સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફલોર પર ઓપરેશન થિયેટરના બ્લોક સામે આજે સવારે અચાનક સ્લેબના પોપડા તૂટી પડયા હતા.જોકે તે  સમયે ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર થતા  ન હતા અને  આસપાસ કોઈ હાજર પણ ન હતા. જેથી સદ્નસીબે કોઈને ઈજા થઇ ના હતી.જોકે  સ્લેબનાં પોપડા પડવાના અવાજ સાંભળી કેટલાક કર્મચારી સહિતના વ્યકિતઓ  દોડી આવ્યા હતા. નવી સિવિલ જુની બિલ્ડીંગમાં  ઠેર-ઠેર જર્જરિત થઇ ગયેલા કેટલાક વિભાગોમાં  સ્લેબના ભાગ અને પોપડા  કે ફોલસીંલીગનો ભાગ પડવાના કારણે દર્દીઓ અને સ્ટાફના માથે જોખમ પણ યથાવત છે. અહીં કામ કરતા સ્ટાફમાં હંમેશા ભય રહે છે. હાલ જૂની બિલ્ડિંગનું રીપેરીંગ કરવાની સાથે સાથે દર્દીઓને કિડની બિલ્ડીંગમાં શિફ્ટિંગની કામગીરી થઇ  રહી  છે. 


Google NewsGoogle News