વડોદરામાં અલકાપુરી મેઇન રોડ પરની દર્પણ બિલ્ડીંગ જોખમી બની, સ્લેબનો ભાગ ધરાશાયી થતા રીક્ષાને નુકસાન
Vadodara Slab Collapsed : વડોદરાના અલકાપુરી મેઇન રોડ પર આવેલી દર્પણ બિલ્ડીંગ જર્જરિત થવા માંડી છે અને આજે વહેલી સવારે બિલ્ડીંગનો સ્લેબ નો ભાગ ધરાશાયી થતા જાનહાની થતા રહી ગઈ હતી.
અલકાપુરી ચાર રસ્તા પાસે આવેલી દર્પણ બિલ્ડીંગમાં અગાઉ ફાયર સેફ્ટી નહીં હોવાથી સીલ મારવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગ વર્ષો જૂની હોવાથી તેના કેટલાક ભાગોમાં તિરાડો પડી ગઈ છે.
આ બિલ્ડીગના સ્લેબનો એક મોટો ભાગ આજે વહેલી સવારે ધરાશાયી થતાં નીચે ઉભેલી રીક્ષાને નુકસાન થયું હતું. રીક્ષાનો આગળનો ભાગ દબાયો હોવાથી મોટું નુકસાન રહી ગયું હતું અને ચાલકનો બચાવ થયો હતો.