મુન્દ્રાના વ્યાજખોર સકીલ સામે છઠી પોલીસ ફરિયાદ નોંધાઇ
બારોઇના વૃદ્ધ અને તેના ભાઈ પાસેથી પ્લોટ લખાવી લીધો હતો
બારોઈમાં રહેતા ફરીયાદી અબ્દુલ કરીમ હાજી ભજીરે નોધાવેલી ફરિયાદ પ્રમાણે તેમણે આરોપી સકીલ જાકબ ધુઈયા પાસેથી ટુકડે ટુકડે પાંચ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા. પ્રથમ એક વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પાંચ લાખ થઈ જતા ૧૦ ટકા લેખે ત્રણ મહિના વ્યાજ ચૂકવ્યું હતું બાદમાં પહોંચી ન શકતા વ્યાજ ભર્યું ન હતું જેથી આરોપીએ ફરિયાદી અને તેના દીકરાને ફોન કરી ગાળો આપી
પઠાણી ઉઘરાણી કરવા સાથે રૂપિયાના બદલામાં ફરિયાદીના પ્લોટ અને જમીન ધાકધમકી કરી પોતાના નામે લખાવી લીધા હતા એટલે થી ન અટકતા ફરિયાદીના ભાઈ પાસેથી પણ પ્લોટ લખાવી તેનો કબજો લઈ લીધો હતો. મુન્દ્રા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે મહત્વનું છે કે, એક ફરિયાદીને રેપ કેસની ફરિયાદનો ડર બતાવી ખંડણી માંગવામાં આવી હતી જેમાં મુન્દ્રા પોલીસે ચાર શખ્સોને દબોચ્યા હતા. જે બાદ પોલીસની અપીલના પગલે અરજદારો આગળ આવતા આ સકીલ સામે વ્યાજખોરીની આ છઠ્ઠી ફરિયાદ નોંધાઈ છે.પોલીસ દ્વારા એક બાદ એક ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે અગાઉ શકીલના કબજાની ઓરડીમાં રહેલા ગેરકાયદે વિજ કનેક્શન પણ પોલીસે કપાવ્યા હતા.