બીલીમોરાની ઘટના: ગટરમાં પડી ગયેલી છ વર્ષની બાળકીનો મૃતદેહ 22 કલાક બાદ નદીમાંથી મળ્યો

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
બીલીમોરાની ઘટના: ગટરમાં પડી ગયેલી છ વર્ષની બાળકીનો મૃતદેહ 22 કલાક બાદ નદીમાંથી મળ્યો 1 - image


Girl Drowned Open Drain In Bilimora: ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે ચોમાસામાં ખુલ્લી ગટરથી લોકોને જીવનું જોખમ રહે છે. અગાઉ ખુલ્લી ગટરમાં પડી જવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આવી જ વધુ એક ઘટના નવસારી જિલ્લામાં બની છે. જેમાં બીલીમોરામાં છ વર્ષની બાળકી રમતા રમતા ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. બાળકીને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, 22 કલાક બાદ અંબિકા નદીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો.

બાળકીનો મૃતદેહ અંબિકા નદીમાંથી મળ્યો

ગુજરાતમાં ખુલ્લી ગટરમાં પડી જવાના અનેક બનાવો બન્યા છે. ત્યારે વધુ એક બનાવ નવસારી જિલ્લાના બીલીમોરામાં બન્યો છે. જ્યાં શક્રવારે (28મી જૂન) એક છ વર્ષની બાળકી બપોરના સમયે રમતા રમતા ખુલ્લી ગટરમાં ખાબકી હતી. જેને શોધવા માટે નગરપાલીકાની અને ફાયર વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે 22 કલાક બાદ અંબિકા નદીમાંથી મૃતદેહ મળ્યો છે. પોતાની વહાલસોયી દીકરી ગુમાવવાથી પિરવારજનો પર શોકની લાગણી છવાઈ ગઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં યુપી-બિહાર જેવું ગુંડારાજ, અડધી રાતે ઉઘાડી તલવાર સાથે મચાવ્યો આતંક

સ્થાનિક તંત્ર પર સવાલો ઊભા થયા


સૂત્રોના જણાવ્યાનુસાર, બીલીમોરામાં શુક્રવારે (28મી જૂન) બાળકી ઘરે મોડે સુધી ન આવતા માતા-પિતા તેને શોધવા નીકળ્યો હતા. બાળકી ન મળતા સીસીટીવીની મદદ લેવામાં આવી હતી. ત્યારે સામે આવ્યું કે, બાળકી ખુલ્લી ગટરમાં પડી ગઈ છે. જેમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બાળકી ગરકાવ થતી પણ નજરે ચડે છે. જો કે, આ ઘટના બાદ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. અંતે 22 કલાક બાદ અંબિકા નદીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. બાળકીનું નામ શાહીન શેખ જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે ચોમાસામાં ખુલ્લી ગટર જો બંધ હોત તો આજે બાળકી ગટરમાં ખાબકી ન હોત અને ઘટના ન બની હોત.

બીલીમોરાની ઘટના: ગટરમાં પડી ગયેલી છ વર્ષની બાળકીનો મૃતદેહ 22 કલાક બાદ નદીમાંથી મળ્યો 2 - image


Google NewsGoogle News