નડિયાદમાં મોબાઇલની લોન કરાવીને 4.61 લાખની છ લોકો સાથે ઠગાઇ
દુકાનદારે છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઇ
આધારકાર્ડ સહિત ડોક્યુમેન્ટ લઇને આઇફોન સાથેના ફોટા પાડીને અન્ય ફોન પધરાવી દીધાનો આક્ષેપ
નડિયાદ: નડિયાદ એસટી બસ સ્ટેશન આગળ આવેલી મોબાઇલના દુકાનદાર અને કર્મચારીએ ફોનની લોન કરાવી આપવાનું કહી નવ શખ્સોને ૬.૯૪ લાખની લોન કરીને ૨.૩૩ લાખ આપ્યા હતા. મોબાઇલ ફોન કે બિલ નહીં આપી ૪.૬૧ લાખની છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાવી હતી.
નડિયાદ એસઆરપી કેમ્પ સામે સ્કેવર સોસાયટીમાં રહેતા નરેશ સખારામ પાટીલ મફતલાલ મિલમાં કોન્ટ્રાક્ટમાં સુરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા. તેમને રૂપિયાની જરૂર પડતા મિલમાં નોકરી કરતા ભાવેશ પટેલને તા. ૭.૩.૨૪ના રોજ મળ્યા હતા અને તેઓએ મોબાઇલની દુકાનમાં લઇ જઇ પ્રણવ ચીમન પટેલ મારો ભત્રીજો થાય છે તે પૈસા અપાવી દેશે તેમ કહી મુલાકાત કરાવી હતી. પ્રણવએ દુકાનમાં કામ કરતા કર્મચારી સમીરની પાસે લઇ જઇ વાત કરતા સમીરભાઇએ દૂકાનમાં ફાઇનાન્સનું કામ કરતા શખ્સને બતાવ્યું હતું અને આધારાકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ આપતા ફાઇનાન્સવાળાઓએ પ્રક્રિયા કરી હતી. બાદમાં સમીરએ તેઓને આઇફોન સાથેના ફોટા પાડયા હતા અને આઇફોન પરત લઇ લીધો હતો. ભાવેશને પૈસા આપી દઇશ તેમ કહ્યું હતું. બીજા દિવસે ભાવેશે નરેશને ૦ હજાર પ્રણાવએ મોકલ્યા છે તેમ કહીને આપ્યા હતા. પ્રણવએ ૨૦ હજારનો દર હપ્તો રૂ. ૩,૧૯૫ના સાત હુપ્તા ભરવા જણાવ્યું હતું. બાદમાં તા. ૧૫.૬.૨૪ના રોજ ૧૯ હજાર લીધા હતા. જેના હપ્તા લોન ભરપાઇ કર્યા બાદ નરેશએ એનઓસી લેટર માંગતા બહાના બતાવી આપ્યા નહીં અને હજુ હપ્તા ભરવાના બાકી છે તેમ મોબાઇલની બે વાર લોન લીધી છે. તેઓએ કહ્યુ કે, તેઓએ મોબાઇલની મારા નામેલ લોન લીધી છે. પરંતુ મોબાઇલન ફોન કે બિલ આપ્યું નથી. સમીરે પ્રણવને મળવાનું કહ્યું છતા મળ્યા ન હતા. તેમની જાણ બહાર બે વખત ૩૯ હજારની લોને બદલે બે મોબાઇલની ૯૩,૧૫૩ લોન કરાવી મોબાઇલ ફોન કે બિલ ના આપી ૫૪, ૧૫૩ ન આપી છેતરપિંડી કરી હતી. આ બંને શખ્સો સહિત નવ શખ્સો સાથે રૂ. ૬.૯૪ લાખની લોન કરાવીને ૨.૩૩ લાખ આપી બાકીના ૪.૬૧ લાખન આપીને છેતરપિંડી કરી હતી. આ બનાવ સંદર્ભે નરેશ સખારામ પાટીલની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે પ્રણવ ચીમન પટેલ અને સમીર નામના શખ્સ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.