પૂર્વ કચ્છમાં સામાન્ય બાબતે મારામારીની છ ઘટના બની
ગાંધીધામ ઉપરાંત ભચાઉ, ગવરીપર અને આદિપુરમાં બન્યા બનાવો
આ અંગે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ સુભાષનગરમાં રહેતા ફરિયાદી પાર્થ હીરેનભાઈ પંડયાના જણાવ્યા પ્રમાણે આરોપી નીહીરભાઈ બીપીનભાઈ ચંદારાણા, વિજયભાઈ કુશવાહા, નીહીરભાઈની માતાએ ફરિયાદીની ગાડી ઉભી રખાવી તારી ગાડીથી ધુળ કેમ ઉડાવે છે ? તેમ કહી ગાળો આપી મારામારી કરી માથાના ભાગે ડીસમીસ મારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદીની માસીની દિકરીને ગાળો આપી હતી.તેવી જ રીતે ગાંધીધામના ગણેશનગર ચોકમાં બનેલી ઘટના અંગે પ્રેમજીભાઈ ધનજીભાઈ રોશીયાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપી અર્જુન કન્નરે ફરિયાદીને પકડી રાખ્યો હતો. રામજી અને દિપક અર્જુન કેન્નરે આવી ફરિયાદીને માર માર્યો હતો. દિપકે કાચની બોટલ માથામાં ફટકારી હતી. શૈલેષ અર્જુન કન્નરે છરી ભોકી દીધી હતી. દિનો અર્જુન કન્નર આવી માર મારી ઉજરડા કર્યા હતા. જે અંગે ૬ ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામ કોર્ટ બહાર મારી નાખવાની ધમકી અપાઈ હતી. ફરિયાદી જયકિશન અરજદાસ સુજનાણીના જણાવ્યા પ્રમાણે આરોપી ચીરાગ રાજપુતે ફરિયાદીના શેઠની દીકરી ભગાડી હોઈ શેઠ સાથે કોર્ટમાં આવતા તે બાબતનું મનદુઃખ રાખીને મારી નાખવાની ધમકી અપાઈ હતી. જયારે આદીપુરમાં ડોસા ઘરની બહાર નિકળી આજે તને પતાવી દેવો છે. તેમ કહી ગાળો અપાઈ હતી, જે મામલો પોલીસ સ્ટેશને ચડયો છે. ફરિયાદી જખાભાઈ. ભીમાભાઈ હુંબલના જણાવ્યા પ્રમાણે આરોપી હરીશભાઈ રવાભાઈ બાબરીયાનો દીકરો છેલ્લા એકાદ વર્ષથી ફરિયાદીના ઘરે રહેતો હોવાથી તે બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ ફરિયાદીને ફોન પર અવાર-નવાર ધમકી આપી હતી. આરોપી પોતાની થાર લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યો અને મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો. જે મામલે આદીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. તો ભચાઉમાં કસ્ટમ ચાર રસ્તા પાસે આવેલા પાન પાર્લરમાં રૂપિયા માંગતા તોડફોડ કરાઈ હતી. ફરિયાદી રાજેશભાઈ સામજીભાઈ રાઠોડના જણાવ્યા પ્રમાણે આરોપી નીખીલ રમેશભાઈ કોલીએ ફરિયાદીને કહ્યું કે, તારી દુકાનમાં લીધેલી કહ્યું વસ્તુના પૈસા કેમ પૈસા કેમ માંગે છે ? તેમ કહી ફરિયાદીના પાર્લરમાં આવી ગાળો આપી કાઉન્ટરમાં નુકશાન કરી મારી નાખવાની ધમકી આપી હતી. જયારે રાપરના ગવરીપરમાં વાડીએથી સીમેન્ટની થાંભલી કાઢી દીધાના મનદુથખે આરોપી સામજી ધના ડાંગર, રામજી સામજી ડાંગર, જયરામ સામજી ડાંગર અને જમણીબેન સામજી ડાંગરે મારકુટ કરતા ફરિયાદી રાણાભાઈ ખેંગાભાઈ ડાંગરે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેવી જ રીતે આદિપુરમાં રહેતી ૩૪ વર્ષીય કરિશ્માબેન અશોકભાઇ માનીએ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી સમીર મહેશ્વરીએ ફરિયાદીને વોટ્સએપ પોસ્ટનું મનદુખ રાખી વોઇસ નોટ મોકલી ગાળો બોલી હતી. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.