Get The App

ગાજરાવાડી વિસ્તારમાં રહેતા એમપીના બે વાહનચોર પાસે 6 બાઇક મળી

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
ગાજરાવાડી વિસ્તારમાં રહેતા એમપીના બે વાહનચોર પાસે 6 બાઇક મળી 1 - image

વડોદરાઃ ગાજરાવાડી વિસ્તારમાં રહેતા મૂળ મધ્ય પ્રદેશના બે વાહનચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છ મોટર  સાઇકલ કબજે કરી છે.

ગાજરાવાડીના સુએઝ પંપીંગ સ્ટેશન તેમજ વિશ્વકર્મા નગરમાં રહેતા એમપી ના બે શખ્સ વાહનચોરી કરતા હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હેતલ તુવેરની ટીમે સુએઝ પંપીંગ રોડ પરથી બંનેને ઝડપી પાડી બાઇકના પેપર્સ માંગતા મળ્યા નહતા.

પોલીસની પૂછપરછ દરમિયાન રાકેશ વેસ્તયાભાઇ તોમર(સુએઝ પંપીંગ સ્ટેશન પાસે) અને અલસીંગ મન્છીયાભાઇ ભયડીયા (વિશ્વકર્મા નગર)એ એક મહિનામાં સમા, રાવપુરા,કપૂરાઇ જેવા વિસ્તારમાંથી છ મોટર સાઇકલો ચોરી હોવાની વિગતો ખૂલી હતી.આ બાઇક તેઓ એમપીમાં જઇને વેચવાની ફિરાકમાં હતા.પોલીસે બંનેની વધુ પૂછપરછ જારી રાખી છે.


Google NewsGoogle News