સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં જુગાર રમતા છ ઝડપાયા
- ત્રણ મહિલા સહિત છ સામે ગુનો નોંધાયો, પાંચ હજારનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી પાસે જુગાર રમતી ૩ મહિલાઓ સહિત ૬ શખ્સોને રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી પાસે પોલીસે દરોડો કરી છ શખ્સને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડયા હતા. જેમાં સ્થળ પરથી જુગાર રમતી ૩ મહિલાઓ અને ૩ પુરૂષો સહિત કુલ ૬ વ્યક્તિઓને રોકડ રૂા.૫,૩૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા અને તમામ વિરૂધ્ધ એ-ડિવીઝન પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જ્યારે ઝડપાયેલ વ્યક્તિઓમાં આસીફભાઈ અફઝલભાઈ મેમણ, ઈકબાલભાઈ મહમદભાઈ મેમણ, સાહિલભાઈ જુમાભાઈ બાદરાણી, રાધાબેન સુનીલભાઈ ચૌહાણ, ચંદ્રિકાબેન સુરેશભાઈ નગવાડીયા અને કરીશ્માબેન ફીરોજભાઈ બ્લોચનો સમાવેશ થાય છે. જ્યારે મળતી માહિતી મુજબ હાલ જુગાર રમતા ઝડપાયેલ મહિલાઓ પૈકી અમુક મહિલાઓ થોડા દિવસો પહેલા જ જુગાર રમતા ઝડપાઈ હોવા છતાં ફરી અન્ય સ્થળેથી જુગાર રમતા ઝડપાતા મહિલાઓમાં પણ જુગાર રમવાનું ધેલું લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે.