તમિલનાડુની એક ટોળકીના છ આરોપીઓ રિમાન્ડ પર
બીજી ટોળકીને શિરડી પોલીસ તપાસ માટે લઇ ગઇ
વડોદરા,મહારાષ્ટ્ર,ગોવા અને ગુજરાતમાં કારના કાચ તોડી ચોરી કરતી દક્ષિણ ભારતની બે ટોળકીના ૧૨ આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડયા હતા.જે પૈકી છ આરોપીઓની ગોરવા પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે અન્ય છ આરોપીઓનો કબજો મહારાષ્ટ્રની શિરડી પોલીસે લીધો છે.
ડીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે તમિલનાડુની બે ચોર ટોળકીના ૧૨ સાગરીતોને આજવા ચોકડી બ્રિજ પાસેથી ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસેથી લેપટોપ, મોબાઇલ સહિત ૧૦.૦૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપીઓ વિરૃદ્ધ વડોદરામાં પણ અન્ય સ્થળે ગુનાઓ નોંધાયા હતા. ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં પી.આઇ. કિરીટ લાઠિયાએ છ આરોપીઓની ધરપકડી કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે, અન્ય સહ આરોપીઓને પકડવાના બાકી છે. અન્ય સ્થળે પણ આરોપીઓએ ચોરી કરી હોવાની શક્યતા છે. જેથી, આરોપીઓના રિમાન્ડની જરૃરી છે. કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગિલોલથી ચોરી કરતી ટોળકીના અન્ય છ સાગરીતોને તપાસ માટે શિરડી પોલીસ પોતાની સાથે લઇ ગઇ છે.
રિમાન્ડ પર લેવાયેલા છ આરોપીઓના નામ
વડોદરા,રિમાન્ડ પર લેવાયેલા આરોપીઓના નામ આ મુજબ છે.(૧) જગન બાલાસુબ્રમણ્યમ અગમુડીયાર (૨) ઉદયકુમાર શાંતકુમાર સેરવે (૩) હરિશ ચંદિરણ મુથ્થુરાજ (૪) વિગ્નેશ્વર ચંદ્રશેખર મુદલીયાર (૫) કિરણકુમાર સુધીરકુમાર સેરવે ( તમામ રહે. તમિલનાડુ).