ભાવનગરમાં કૉંક્રીટ ભરેલી ટ્રક પલટતાં બે દટાયા, એક એન્જિનિયરનું મોત
Bhavnagar News : ભાવનગરના ઘોઘારોડ લીંબડિયુ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કૉંક્રીટ ભરેલી ટ્રક પલટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 2 લોકો દટાયા હતા. આ ઘટનામાં સાઇટ એન્જિનિયરનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: અમેરિકાએ ડિપોર્ટ કરેલા તમામ 33 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, અત્યાર સુધી 78ને તગેડી મૂકાયા
ભાવનગરના ઘોઘારોડ લીંબડિયુ ખાતે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જમીન ધસી પડતાં કૉંક્રીટ ભરેલી ટ્રક પલટી ગઈ હતી. સમગ્ર ઘટનામાં 2 લોકો દટાયા હતા, જેમાં હિરેન મહેતા નામના 26 વર્ષીય સાઈટ એન્જિનિયરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.