રાજકોટ અગ્નિકાંડમાં મોટો નિર્ણય, મનસુખ સાગઠિયાની કરોડોની મિલકતોની તપાસ માટે SITની રચના
Rajkot Game Zone Fire: 27 નિર્દોષ લોકોનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની કરોડોની મિલકતોની તપાસ કરવા સીટની રચના કરવામાં આવી છે. અગ્નિકાંડને લઈને આ અગાઉ બે સીટ અને સત્ય શોધક સમિતિની રચના કરાઈ હતી. જે ઓછી પડી હોય તેમ વધુ એક સીટની રચના કરાતાં ચર્ચા જાગી છે.
રૂ. 18.18 કરોડની મત્તા મળી આવી
અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની દસ કરોડથી વધુ એસીબીએ તેની ગુનામાં ધરપકડ કરી રિમાન્ડ પર લીધા બાદ તેના ભાઈની માલિકીની ઓફીસની જડતી કરતા ત્યાંથી એકંદરે 15 કરોડની કિંમતનું સોનું અને 3 કરોડની રોકડ મળી કુલ રૂ. 18.18 કરોડની મત્તા મળી આવી હતી.
સાગઠિયાની સંપત્તિની તપાસ માટે સીટની રચના
એસીબીના કેસના અત્યાર સુધી ડીવાયએસપી રેન્કના અધિકારી તપાસ કરતા હતા. ત્યાં હવે એસીબી દ્વારા સીટની રચના કરવામાં આવી છે. જેનાં ચેરમેન એસીબીના અધિક નિયામક બીપીન અહીરેને બનાવવામાં આવ્યા છે. મદદમાં ગાંધીનગર અને રાજકોટ એસીબી એકમના બે મદદનીશ નિયામક એ. કે. પરમાર અને કે.એચ. ગોહિલને મુકવામાં આવ્યા છે. સાથે એસીબીના બે પીઆઈ એમ.એમ. લાલીવાલા અને જે.એમ. આલને પણ મુકાયા છે.
તપાસ કરી ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરવાની સુચના
આ ઉપરાંત વી.બી. ગુપ્તા નામના એસીબીના કાયદા સલાહકારની પણ નિયુક્તિ કરવામાં આવી છે. એસીબીની આ સીટને ગુનાની તપાસ કરી ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરવાની સાથે સાગઠીયાની મિલકતોને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.
મનસુખ સાગઠીયાના બેન્ક લોકરમાંથી એસીબીને કાંઈ ન મળ્યું
મનસુખ સાગઠીયાનું એક બેન્ડ લોકર એસબીને મળ્યું હતું. જેમાંથી કાંઈ નહીં મળ્યાનું એસબને સૂત્રોએ જણાવ્યું . જેમાંથી કઈ ન મળ્યાનું એસીબીના સુત્રોએ જણાવ્યું હતું. એસબીઆઇની રૈયા રોડ શાખામાં સાગઠીયાનું લોકર મળ્યું હતું. જેની એસીબીએ તપાસ કરતા 14-15 વર્ષથી આ લોકર ઓપરેટ નહી થયાની માહિતી મળી હતી.
મનસુખ સાગઠીયાના ભાઈ પાસેથી મળ્યા 22 કિલો સોનાના દાગીના
મનસુખ સાગઠીયાના ભાઈની ઓફિસમાંથી મળેલા 22 કિલો સોનાના દાગીના અને બિસ્કીટ હાલ રાજયભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ તમામ સોનાના દાગીના ક્યાંથી આવ્યા અને કયા હેતુથી ખરીદવામાં આવ્યા હતા તે દિશામાં એસીબીએ તપાસ શરૂ કરી છે. પુછપરછમાં સાગઠીયાએ એવું રટણ કર્યું છે કે તેને અને તેના પત્નીને સોનાના દાગીનાનો ખુબ જ 'શોખ' હોવાથી આટલા જંગી જથ્થામાં સોનાના દાગીના ખરીદ કર્યા હતા ! આ ઉપરાંત તેની પાછળ 'ઈન્વેસ્ટમેન્ટ'નો પણ હેતુ હતો.