કચ્છમાં સોંગના શૂટિંગ દરમિયાન સિંગર ઉમેશ બારોટની તબિયત લથડી, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Umesh Barot : ગુજરાતના જાણીતા ગાયક ઉમેશ બારોટ કચ્છ ખાતે તેમના આલ્બમના ગીતનું શૂટિંગ કરતી વખતે તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે અચનાક ઉમેશ બારોટની તબિયત લથડતાં ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: 'અંગ્રેજી સારી રીતે આવડતી હોત તો ટ્રમ્પની દીકરીને...' દિલજીત દોસાંઝનો VIDEO વાઈરલ
મળતી માહિતી મુજબ, કચ્છના સફેદ રણ ખાતે ગાયક ઉમેશ બારોટના આલ્બમ ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ઉમેશ બારોટની તબિયત તબિયત બગડતા વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ઉમેશ બારોટની સારવાર ચાલી રહી છે.