Get The App

જ્યારથી કોન્ટ્રાક્ટ પધ્ધતિ ચાલુ થઇ ત્યારથી સફાઇ કામગીરી ખાડે ગઇ

મહિલા સફાઇ સેવકોની ભરતી કરવા અને સેવકોને સુરક્ષાના સાધનો પૂરા પાડવા માગ

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
જ્યારથી કોન્ટ્રાક્ટ પધ્ધતિ ચાલુ થઇ ત્યારથી સફાઇ કામગીરી ખાડે ગઇ 1 - image

વડોદરા.એક સમયે વડોદરા શહેરનો સફાઇમાં પ્રથમ નંબર આવેલો હતો. તે વખતે ડોર ટુ ડોર ગાડીઓ પણ ન હતી, કોન્ટ્રાક્ટ પધ્ધતિ ન હતી. પરંતુ જ્યારથી કોન્ટ્રાક્ટ પધ્ધતિ ચાલુ કરવામાં આવી છે, ત્યારથી શહેરમાં સફાઇની કામગીરી ખાડે ગઇ છે.

આરોગ્ય વિભાગ ધ્વારા મેડિકલ બિલો આપવાનું બંધ કરવામાં આવ્યું છે અને જેનરીક દવાઓ લેવા માટે કહેવામાં આવે છે. જેનરીક દવાઓ અમુક દુકાનોએ મળે છે અને અમુક દુકાનોમાં મળતી નથી. જેના કારણે બીમાર સફાઇ કર્મચારીઓને હેરા થવું પડે છે, માટે જેનરિક દવાનો જે ઠરાવ કર્યો છે, તે રદ કરવાની માગણી કરી છે.

એકબાજુ કોર્પોરેશન જુદા જુદા કાર્યક્રમો માટે લાખોના ખર્ચા કરે છે. બજેટમાં એક કરોડ મૂક્યા હોય તો પણ પાંચ કરોડ સુધીનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ સફાઇ સેવકો માટે ખર્ચો કરવામાં આવતો નથી, એમ કહીને વિપક્ષના જોતા ભથ્થુએ આક્ષેપ કર્યો હતો કે સફાઇ સેવકો સાથે અન્યાય થતો આવ્યો છે. સેવકોની ભરતી કરવા અને એમના હક્કો ઉપર તરાપ ન મારવા માગ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે ડ્રેનેજની અંદાર સફાઇ કરવા સુપ્રિમ કોર્ટેના પાડી છે, છતાં પણ તેમની પાસેથી સફાઇ કરાવવામાં આવે છે, તે બંધ કરાવવું જોઇએ.

સફાઇ માટે જરૃર પ્રમાણે સુરક્ષાના સાધનો આપવા અને આ માટે મંડળોને બદલા સીધા સફાઇ સેવકો સાથે ચર્ચા વિચારણા કમિશનને રજૂઆત કરી મહિલા સફાઇ સેવકોની તાત્કાલિક ભરતી ચાલુ કરવા માગ કરી છે.


Google NewsGoogle News