"અમારી સ્વચ્છ વિશ્વામિત્રી વડોદરાવાસીઓને પરત આપો"ની માંગ સાથે તા.20મીએ મૌન પદયાત્રા
Vadodara Vishwamitri River : વડોદરા વિશ્વામિત્રી શુદ્ધિ માટે મૌન પદયાત્રા તારીખ 20મીના રોજ સાંજે 4:00 કલાકે ભગતસિંહજીથી સરદાર પટેલની પ્રતિમા સુધી જશે. જાણીતા વકીલ અને વડોદરા વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણી નીરજ જૈનએ જણાવ્યું છે કે, વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સફાઈ માટે જે રીતે ગાંધીજીના સત્યના પ્રયોગ મુજબ મૌનમાં બહુ મોટી તાકાત છે જ્યારે બુમો પાડો અને બહેરા કાનો સાંભળ્યો નહીં તો એવા બેહરા કાનોને સંભળાવવા માટે મૌનથી મોટું કોઈ શસ્ત્ર નથી. આ જ મૌનના શસ્ત્રથી મહાત્મા ગાંધીજીએ ગોરા અંગ્રેજોને ભગાડ્યા હતા. આ જ મૌલિક તાકાતથી વડોદરાના દેશી હાકેમો ના કાન ખોલીએ એમના કાનમાં મૌનથી ચીસો પાડીને કહીએ અમારી વિશ્વામિત્રી જીવંત કરો નિર્માણ કરો, સ્વચ્છ કરો. અમને અમારી વિશ્વામિત્રી નદી પાછી આપો. જો તમે આ નહીં કરો અમે તમને છોડીશું નહીં.. આ યોજના સાથે આ સંકલ્પ સાથે આવો આપણે સૌ વડોદરા શહેરના નાગરિકો અને મારી જાહેર વિનંતી છે મૌન યાત્રામાં જોડાઈએ એટલું જ નહીં આ મૌન પદયાત્રામાં જે લોકોના ઘરમાં પાણી આવ્યું છે જે લોકોએ પૂરમાં ખૂબ નુકસાન ભોગવ્યું છે જે લોકોના ઘરની ઘરવખરી ખતમ થઈ ગઈ છે એવા બધા જ લોકોને મારી વિનંતી છે. વડોદરા શહેરના તમામ નાગરિકો જોડાઈ પક્ષા પક્ષીથી ઉપર ઊઠીને આ વડોદરાના નાગરિકોનો ચિત્કાર છે આક્રોશ છે. વડોદરાના નાગરિકોનો અધિકાર છે અમને પૂર રહિત વડોદરા મળે, અમને ખાડા વગરનું વડોદરા મળે અમને સફાઈવાળું વડોદરા મળે, મચ્છર વગરનું વડોદરા મળે અને વિશ્વામિત્ર નદી સ્વચ્છ નિર્મળ મળે.
વકીલ અને વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણી નીરજ જૈનએ જણાવ્યું છે કે, રવિવારે 20 ઓક્ટોબર 2024 ની સાંજે 4:00 થી 6:00માં વિશ્વામિત્રી શુદ્ધિ મૌન પદયાત્રામાં વડોદરાના સૌ નાગરિકો જોડાઈએ આ યાત્રા વિશ્વામિત્રી-વડોદરા બચાવ સમિતિ, વિશ્વામિત્રી પદયાત્રા સમિતિ, રાષ્ટ્ર નિર્માણ સેના તથા વડોદરા વિકાસ સેનાના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહી છે.