Get The App

જામનગરમાં શ્રી દ્વારકાધીશ મંદિરે ભવ્ય છપ્પન ભોગ મહોત્સવ યોજાયો: હજારો વૈષ્ણવોએ લીધો અલૌકિક દર્શનનો પુણ્યલાભ

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News


જામનગરમાં શ્રી દ્વારકાધીશ મંદિરે ભવ્ય છપ્પન ભોગ મહોત્સવ યોજાયો: હજારો વૈષ્ણવોએ લીધો અલૌકિક દર્શનનો પુણ્યલાભ 1 - image

'છોટીકાશી' જામનગરમાં ખંભાળીયા ગેઇટ નજીક આવેલા તથા શ્રી મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત શ્રી દ્વારકાધીશનાં પ્રાચીન મંદિરમાં તા.૧૯.૧.૨૦૨૪ ને  પોષ વદ પાંચમને રવિવારે સાંજે ૪ થી ૯ દરમ્યાન બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી મોટી હવેલીનાં ગાદિપતિ પૂ.પા.ગો.શ્રી ૧૦૮ હરીરાયજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તથા પૂ.પા.ગો.શ્રી ૧૦૮ વલ્લભરાયજી મહોદયનાં માર્ગદર્શન હેઠળ મુખ્યાજી રમેશભાઇ દ્વારા પ્રથમ વખત આયોજીત દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવમાં પૂ. હરીરાયજી મહારાજ તથા પૂ. વલ્લભરાયજી મહોદય સહપરીવાર પધાર્યા હતા, અને તેઓની પાવન નિશ્રામાં મહાઆરતી સાથે મહોત્સવનાં દર્શનનો શુભારંભ થયો હતો. 

જામનગરમાં શ્રી દ્વારકાધીશ મંદિરે ભવ્ય છપ્પન ભોગ મહોત્સવ યોજાયો: હજારો વૈષ્ણવોએ લીધો અલૌકિક દર્શનનો પુણ્યલાભ 2 - image

ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડે. મેયર ક્રિષ્ના સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા તથા સ્થાનિક કોર્પોરેટરો સહિતનાં આગેવાનોએ છપ્પન ભોગ મહોત્સવનાં દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.    

વિવિધ મનોરથીઓ તથા આમંત્રિત અતિથીઓ અને મહાનુભાવો ઉપરાંત હજારોની સંખ્યામાં વૈષ્ણવોએ છપ્પન ભોગ મહોત્સવનાં અલૌકિક દર્શનનો લાભ લીધો હતો.

સમગ્ર આયોજનને સફળ બનાવવા છપ્પન ભોગ મહોત્સવ સમિતિ દ્વારા શ્રમયજ્ઞ કરવામાં આવ્યો હતો.

જામનગરમાં શ્રી દ્વારકાધીશ મંદિરે ભવ્ય છપ્પન ભોગ મહોત્સવ યોજાયો: હજારો વૈષ્ણવોએ લીધો અલૌકિક દર્શનનો પુણ્યલાભ 3 - image


Google NewsGoogle News