સુરત મસ્કતી મેટ્રો પ્રોજેક્ટમાં વિલંબ થતા દુકાનદારોની હાલત કફોડી
Surat Metro Project : સુરતમાં હાલ ચાલી રહેલી મેટ્રોની કામગીરીને કારણે શહેરીજનોને ટ્રાફિક સાથે અનેક સમસ્યા થઈ રહી છે ત્યારે મેટ્રો પ્રોજેક્ટ વિલંબમાં થતાં અસરગ્રસ્ત વેપારીઓની હાલત વધુ કફોડી થઈ રહી છે છે. તેમાં પણ સુરત મસ્કતિ વિસ્તારમાં મેટ્રોના પ્રોજેક્ટના કારણે અનેક પેઢીઓ બંધ થવાના આરે છે અને વેપારીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ રહી છે. જેના કારણે સુરત મસ્કતી મેટ્રો પ્રોજેક્ટ અસરગ્રસ્ત કમિટીએ કહ્યું મેટ્રો પ્રોજેક્ટ મહત્વનો છે પણ સ્થાનિક વેપાર અને રોજગાર પર થતા પ્રભાવનું સમાધાન પણ એટલું જ મહત્વનું છે તેથી વેપારીઓને બચાવવા પણ પ્રયાસ થવા જોઈએ.
સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન અનેક લોકો અસરગ્રસ્ત બન્યા છે તેમાં પણ મેટ્રોના કારણે થતી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ છે અને સમયાંતરે થતા અકસ્માતના કારણે લોકોમાં મેટ્રોની કામગીરી સામે રોષ ફેલાઈ રહ્યો છે. જોકે, સૌથી કફોડી હાલત ટાવર વિસ્તારમાં આવેલા મસ્કતિ મેટ્રો રેલ્વે સ્ટેશનની કામગીરી ધીમી ચાલી રહી છે તેના કારણે આસપાસના વેપારીઓના વેપાર ધંધા ચોપટ થઈ ગયા છે. આવી સ્થિતિમાં વેપારીઓ સમયાંતરે વળતરની માગણી સાથે અનેક રજૂઆત કરી ચુક્યા છે. અને વધુ એક વખત વેપારીઓએ લડત ઉપાડી છે.
સુરત મસ્કતી મેટ્રો પ્રોજેક્ટ અસરગ્રસ્ત કમિટીએ કહ્યું મેટ્રો પ્રોજેક્ટ મહત્વનો છે પણ સ્થાનિક વેપાર અને રોજગાર પર થતા પ્રભાવનું સમાધાન પણ એટલું જ મહત્વનું છે તેમ કહીને તેઓ ફરિયાદ કરી રહ્યાં છે કે, આ વિસ્તારમાં મુખ્ય માર્ગ બંધ હોવાને કારણે અને ફક્ત 2-વ્હીલર ગાડી પસાર થાય એટલો 7 ફૂટનો સાંકડો રસ્તો ખોલી આપી એમાં ગ્રાહકોની સંખ્યા ઘટી ગઈ છે, જેના કારણે દુકાનદારોના ધંધા પર સીધો પ્રભાવ પડી રહ્યો છે. આ કામગીરી લાંબા સમયથી અટવાતા રસ્તાઓ પર ધૂળ, અવ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યા વધી છે.
7 થી 10 ફૂટના સાકડા રસ્તામાં ગ્રાહક આવતા નથી અને વેપાર થતો નથી જો ગ્રાહક મુશ્કેલીથી ગાડી લઈને આવી પણ જાય તો ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ જાય છે, દુકાનદારો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. તેથી વેપારીઓ માંગણી કરી રહ્યાં છે કે, મેટ્રો પ્રોજેક્ટનું કામ ઝડપથી પુર્ણ કરવામાં આવે અને એ સમય દરમિયાન વેપારીઓને વળતર ચૂકવવામાં આવે તે જરૂરી છે. તેવી માંગણી કરી છે.