ધરમ કરતા ધાડ પડી! પંચમહાલનો હચમચાવી દેનારો કિસ્સો, રોડ પર બેભાન યુવકની મદદ કરવા જતા મળ્યું મોત
Panchmahal News : પંચમહાલમાં હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રોડ પર બેભાન પડેલાં યુવકની મદદે કરનારા દંપત પર યુવકે હુમલો કર્યો હતો. દંપતી પર યુવકે પથ્થર ઘા કરતાં એકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે યુવકની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી.
રસ્તા પર બેભાન પડેલો યુવક દેખાયો
પંચમહાલના હાલોલ તાલુકામાંથી ધરમ કરતા ધાડ પડી કહેવતને સાચી પાડતી ઘટના સામે આવ્યો છે. 29 જાન્યુઆરીએ લાલભાઈ નાયક (ઉં.વ. 35) અને તેમના પત્ની મંજુલાબહેન લાકડા કાપવા ખેતરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક યુવકને બેભાન હાલતમાં જોયો હતો. આ પછી તેમણે યુવકની પાસે જઈને વીડિયો બનાવીને પૂછપરછ કરી હતી. જો કે, તેવામાં યુવક ગુસ્સે થતાં દંપતી ત્યાંથી નીકળવા લાગ્યા હતા.
બેભાન યુવકની મદદે જતાં ઘટી ચોંકાવનારી ઘટના
ત્યારબાદ લાલભાઈ તેમની પત્ની સાથે ત્યાંથી નીકળ્યા એટલી વારમાં પાછળથી એજ યુવકે પથ્થરના ઘા કરવાનું શરુ કર્યું. જેમાં પથ્થરો વાગવાથી લાલભાઈ લોહી લુહાણ થઈ ગાય હતા. જેથી મંજુલાબહેને 108માં ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. જો કે, એટલી વારમાં પોતાની પત્ની સામે જ પતિનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: દાહોદમાં મહિલા પર અત્યાચાર મુદ્દે વિપક્ષના સરકાર પર પ્રહાર, ભાજપે ઘટનાને વખોડી
સમગ્ર ઘટનાને લઈને મંજુલાબહેને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમણે ઉતારેલો વીડિયો પોલીસને આપ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે મૂળ હાલોલ તાલુકાના હડબિયા ગામના યુવકને ઝડપી પાડીને વધુ પૂછપરછ હાથ ધરી.