Get The App

સુરત પાલિકાની પેટા ચૂંટણીમાં લિંબાયત-ગોડાદરાની શિવ કથા હોર્ડિગ્સ વિવાદ મુદ્દે બની શકે

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
સુરત પાલિકાની પેટા ચૂંટણીમાં લિંબાયત-ગોડાદરાની શિવ કથા હોર્ડિગ્સ વિવાદ મુદ્દે બની શકે 1 - image


Surat : સુરત પાલિકાના વોર્ડ નંબર 18ના કોર્પોરેટરના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા માટે આગામી 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી જાહેર થઈ તે વોર્ડ લિંબાયત ઝોનમાં આવે છે અને હાલમાં લિંબાયત ઝોનમાં શિવ કથાના હોર્ડિગ્સના નામ વિવાદ ઉભો થયો છે. ભાજપની આંતરિક જૂથબંધી કારણે હોર્ડિગ્સનો વિવાદ ઉભો થયો છે અને અનેકની લાગણી દુભાઈ છે ત્યારે કથા પુરી થયા બાદ હિસાબ ચુકતે કરવાની વાત પણ બહાર આવી છે. દરમિયાન ચૂંટણી જાહેર થતાં શિવ કથા હોર્ડિગ્સનો વિવાદ ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. 

સુરતના લિંબાયત વિસ્તારમાં શિવ કથાનું આયોજન કરાયું હતું અને તેના માટે સ્થાયી સમિતિએ 80 હોર્ડિગ્સ માટે દરખાસ્ત મંજુર કર્યા બાદ સમય મર્યાદા ઘટાડી દીધી હતી. પહેલા સ્થાયી સમિતિએ 80 હોર્ડિગ્સ 22 જાન્યુઆરી સુધી વિના મુલ્યે ફાળવ્યા હતા પરંતુ રાજકીય દબાણ બાદ સ્થાયી સમિતિએ 16 જાન્યુઆરી સુધીની જ સમય મર્યાદા કરી દીધી હતી.  શરૂઆતમાં ભાજપની જુથબંધી બાદ કોઈ શહેરમાં આવતું ન હતું પરંતુ હોર્ડિગ્સ માટે ભલામણ કરનારા ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠે ખુલીને બહાર આવ્યા બાદ અનેક લોકો આ વિવાદ ઘેરો બન્યો છે. 

સુરતના લિંબાયતમાં ચાલતી પંડિત પ્રદીપ મિશ્રા શિવ કથામાં રોજ લાખો ભક્તો ઉમટી રહ્યા છે તેના કારણે આયોજકો જે ભાજપના છે તેની લોકપ્રિયતા વધતી હોય અન્ય જુથ દ્વારા કેટલાક કારણો રજૂ કરીને સ્થાયી સમિતિ પાસે સમય મર્યાદા ઘટાડી દીધી હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, લિંબાયતમાં એકહથ્થુ શાસન ઈચ્છતા નેતાઓએ હોર્ડિગ્સની સમય મર્યાદા ઘટાડવાની સુચના બૂમરેંગ સાબિત થઈ છે અને ભાજપમાં જુથબંધી હવે ખુલીને બહાર આવી રહી છે. 

આ વિવાદ હવે આગળ વધી રહ્યો છે તે દરમિયાન આજે વોર્ડ નંબર 18 જે લિંબાયત ઝોનમાં જ આવે છે તેની પેટા ચૂંટણી જાહેર થઈ છે. આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે શિવ કથાના હોર્ડિગ્સનો મુદ્દો આવી શકે તે શક્યતા નકારી શકાતી નથી. જોકે, આ વિવાદમાં ભાજપના જ બે જૂથ સામસામે આવે તેવી શક્યતા છે. જાહેર થયેલા ચૂંટણી ભાજપ માટે મુશ્કેલી ઉભી શકે તેવી ચર્ચા અત્યારથી જ શરુ થઈ છે.


Google NewsGoogle News