કાલથી પાલિતાણામાં શેત્રુંજય ગિરિરાજની યાત્રાની થશે શરૂઆત, આજે ચાતુર્માસ આરાધના પૂર્ણ
Shatrunjay Giriraj Yatra : પાલિતાણા તીર્થમાં ચાતુર્માસ દરમિયાન શેત્રુંજય ગિરિરાજની યાત્રી બંધ રહેતી હોય છે, ત્યારે ચાતુર્માસ આરાધના પૂર્ણ થતાં, આવતીકાલ શુક્રવારથી શેત્રુંજય ગિરિરાજની યાત્રા શરૂ થશે.
શેત્રુંજય ગિરિરાજની યાત્રા આવતીકાલથી શરૂ
પાલિતાણા પવિત્ર તીર્થસ્થાન શેત્રુંજય ગિરિરાજની યાત્રામાં ગુજરાત સહિત અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે કારતક સુદ પુનમના દિવસે યાત્રાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જ્યાર ચાતુર્માસમાં ગિરિરાજની તળેટીમાં આચાર્ય ભગવતોની નિશ્રામાં જેન શ્રાવક-શ્રાવિકાઓ આરાધના કરે છે, જે આજે પૂર્ણ થશે.
કારતક સુદ પુનમ એટલે કે આવતીકાલ શુક્રવારની વહેલી સવારથી જય જય શ્રી આદિનાથના જયઘોષથી શેત્રુંજય ગિરિરાજની મહાયાત્રાનો વિધિવત પ્રારંભ થશે. ગિરિરાજની મહાયાત્રાનું વિશેષ મહત્ત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.
ચાતુર્માસના ચાર મહિના દરમિયાન યાત્રા બંધ રાખવામાં આવે છે. જેમાં ચોમાસામા દરમિયાન જૈન સાધુ, સાધ્વીજી ભગવંતો સ્થિર રહે છે અને શ્રાવક, શ્રાવિકાઓ આરાધના કરે છે. આ ચાર મહિના પૂર્ણ થયા પછી જૈન સાધુ-સાધ્વીજી વિહાર શરુ કરે છે.