Get The App

કોંગ્રેસમાં નવી 'શક્તિ' : પક્ષે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની કરી પસંદગી

હવે દિલ્હી અને હરિયાણાના પ્રભારીમાંથી મુક્ત થશે શક્તિસિંહ ગોહિલ

Updated: Jun 9th, 2023


Google NewsGoogle News
કોંગ્રેસમાં નવી 'શક્તિ' :   પક્ષે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની કરી પસંદગી 1 - image


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નામોશીભર્યો પરાજય પામ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ હવે ગુજરાતના નેતાઓથી વધુ નારાજ થયો છે. બીજી બાજુ કોંગ્રેસની સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટીકિટ વેચી હોવાનો પર્દાફાશ થતાં હવે હાઈકમાન્ડ પક્ષમાં ફેરફાર કરવાના મૂડમાં છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલને તાજ પહેરાવ્યો છે.  ગુજરાત કોંગ્રેસનું સુકાન શક્તિસિંહ ગોહિલને મળ્યા બાદ હવે તે દિલ્હી અને હરિયાણાના પ્રભારીમાંથી મુક્ત થશે.

કોંગ્રેસમાં નવી 'શક્તિ' :   પક્ષે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની કરી પસંદગી 2 - image

રાજકીય જીવન

શક્તિસિંહ ગોહિલ હાલમાં ભારતની રાજ્યસભાના સંસદ સભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે. તેઓ દિલ્હીના પ્રભારી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા છે. શક્તિસિંહે 1991થી 1995 દરમિયાન સતત બે રાજ્ય સરકારોમાં નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમણે ગુજરાત વિધાનસભામાં વિરોધી પક્ષોનું નેતૃત્વ 2007થી 2012 સુધીમાં વિપક્ષી નેતા તરીકે કર્યું હતું.

કોંગ્રેસમાં નવી 'શક્તિ' :   પક્ષે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની કરી પસંદગી 3 - image

અંગત જીવન

શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960ના રોજ ભાવનગર જિલ્લાના લીમડા ખાતે, તત્કાલીન બૃહદ મુંબઈ રાજ્યમાં થયો હતો. તે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના લીમડા રાજ્યના પૂર્વ રજવાડાના રાજવી પરિવારના મોટા પુત્ર છે. શક્તિસિંહે ભાવનગર યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર વિશેષતા સાથે વિજ્ઞાનમાં સ્નાતકની પદવી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકોત્તર મેળવ્યો છે. તેઓ પત્રકારત્વમાં ડિપ્લોમા પણ ધરાવે છે.

દિપક બાબરિયાને બે રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા

શક્તિસિંહ પ્રમુખ બનતા તેમને દિલ્હી અને હરિયાણાના પ્રભારી તરીકેની જવાબદારીમાં મુક્તિ અપાઈ છે. જ્યારે દિપક બાબરિયાને બે રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા છે.



Google NewsGoogle News