Get The App

પોલીસ વાનની પાછળ લટકી વીડિયો બનાવવો ભારે પડ્યો : શાહીબાગના 2 શખ્સોની ધરપકડ

શાહીબાગમાં લગ્નપ્રસંગે જોરજોરથી વાગતો ડીજે સહિતનો સામાન પોલીસ સ્ટેશન લઈ જવા પોલીસે બંને યુવકોની મદદ લીધી હતી

સામાન વધુ હોવાથી પોલીસ ગાડીનો પાછળનો દરવાજો ખુલ્લો રાખવો પડ્યો અને યુવક પાછળ ઉભો ઉભો વીડિયો બનાવતો રહ્યો

Updated: Aug 22nd, 2023


Google NewsGoogle News
પોલીસ વાનની પાછળ લટકી વીડિયો બનાવવો ભારે પડ્યો : શાહીબાગના 2 શખ્સોની ધરપકડ 1 - image

અમદાવાદ, તા.22 ઓગસ્ટ-2023, મંગળવાર

શહેરમાં અસામાજીક તત્વો દ્વારા પોલીસ વાનની પાછળ લટકી વીડિયો બનાવવો ભારે પડ્યો છે. વાયર વીડિયોની તપાસ કર્યા બાદ વીડિચો શાહીબાગ પોલીસની ગાડીનો હોવાનું સામે આવ્યું છે, જેમાં 2 ઈસમોની આજે ધરપકડ કરવામાં આવી છે.

શાહીબાગના 2 શખસોની કરાઈ ધરપકડ

પ્રાપ્ત થતી વિગતો અનુસાર, શાહીબાગમાં રહેલા 2 શખસો દ્વારા ગત તા.6 ફેબ્રુઆરીએ પોલીસની ગાડીની પાછળ લટકીને વીડિયો બનાવ્યો હતો. એટલું જ નહીં શખસોએ કોઈપણ ડર રાખ્યા વગર ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પણ વાયરલ કરી દીધો હતો, ત્યારબાદ અસામાજીક શખસો દ્વારા પોલીસ વાનમાં વીડિયો બનાવી રોફ જમાવવાનો પ્રયાસ કરતો હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. ત્યારે આ વીડિયો શાહીબાગ પોલીસને ધ્યાને આવતા કાર્યવાહી શરૂ કરાઈ હતી, જેમાં અંકિત રમેશભાઈ ઠાકોર અને મિત દિનેશભાઈ ઠાકોર (બંને રહે.જહાંગીરપુરા, અસારવાર, અમદાવાદ)ની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસવાનમાં પાછળ ઉભેલા શખસે વીડિયો બનાવ્યો

ત્યારે વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક શખસ પોલીસ વાનની અંદર બેઠો છે અને બીજો વ્યક્તિ પોલીસવાનની બહાર ઉભો ઉભો વીડિયો બનાવી રહ્યો છે, ત્યારે બંને શખસોને આવુ કરવું ભારે પડ્યું છે અને પોલીસે તેમની ધરપકડ કરી છે.

આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો

દરમિયાન આરોપીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. વીડિયો 6 ફેબ્રુઆરી-2023નો હોવાનું સામે આવ્યું છે. શખસોએ કહ્યું કે, પોલીસ અધિકારી દિલિપસિંહ બટુકસિંહ તથા અન્ય સ્ટાફ શાહીબાગમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન મોડી રાત્રે 1.30 કલાકે લાઉડ સ્પીકર વાગવાનો જોરજોરથી અવાજ આવતા પોલીસની ટીમ સિવિલ કોર્નર પાસે આવેલ ચીમનલાલ ઘાંચીની ચાલીની અંદર તપાસ કરવા ગઈ હતી. અહીં લગ્નપ્રસંગે જોરજોરથી વગાડાતા લાઉડ સ્પીકર સહિતનો સામાન પોલીસે જપ્ત કર્યો હતો. 

જપ્ત સામાન પોલીસ સ્ટેશન પહોંચાડવા પોલીસે બંને શખસોની મદદ લીધી

આ દરમિયાન ડી.જે.સિસ્ટમના યંત્રો તથા સ્પીકરો પોલીસ સ્ટેશન લઈ જવાના હતા અને તે માટે પોલીસે અંકિત અને મિતની મદદ લીધી હતી. અંકિત-મિતે પોલીસની બોલેરો ગાડીમાં સામાન મુકવાથી લઈને છેક પોલીસ સ્ટેશન ખાતે મુકવા ગયા હતા. જપ્ત સામાન વધુ હોવાથી વાહનનો પાછળનો દરવાજો બંધ કરી શકાયો ન હતો, જેના કારણે મદદે આવેલો એક શખસ અંદર બેઠો હતો અને બીજો ગાડીની પાછળ લટકી ગયો હતો. આ દરમિયાન ગાડીની પાછળ લટકેલા ઈસમો વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો, જે શાહીબાગ પોલીસના ધ્યાને આવતા બંને સામે કાર્યવાહી કરાઈ છે. બંને આરોપીઓ સામે કલમ 112, 117 મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.


Google NewsGoogle News