Get The App

ખાનગી સ્ટોલથી પુસ્તકો ખરીદવા, બાકી ફી હોય તો રિપોર્ટ કાર્ડ નહીં મળે : શબરી સ્કૂલની ધમકી

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
ખાનગી સ્ટોલથી પુસ્તકો ખરીદવા, બાકી ફી હોય તો રિપોર્ટ કાર્ડ નહીં મળે : શબરી સ્કૂલની ધમકી 1 - image


Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી શબરી વિદ્યાલય તંત્ર દ્વારા સ્થાનિક બુક સ્ટોલથી પુસ્તકોનું વેચાણ કરવામાં આવતું હોવાની ગેરકાયદે બાબતે ચોકાવનારી ફરિયાદો વાલીઓ દ્વારા કરવામાં આવી છે. શાળા તંત્ર દ્વારા મળતા ધમકીભર્યા મેસેજ તથા ગયા વર્ષે વધારાની લેવાયેલી ફી બાબતે ગુજરાત વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ ભારે સૂત્રોચાર સાથે આવેદનપત્ર સુપ્રત કરી તપાસની માંગ કરીને ઘટતું કરવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી  વિવિધ કારણે શબરી વિદ્યાલયમાં જાતજાતની અનેક ફરિયાદો બહાર આવતી જાય છે. શાળા તંત્ર દ્વારા ખાનગી બુક સ્ટોલ દ્વારા પુસ્તકોનું વેચાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી એફ.આર.સી કરતા વધુ ફી ઉઘરાવી હતી. તેમજ જેમની ફી બાકી છે એમને રિપોર્ટ કાર્ડ આપવામાં નહીં આવે તેવી સૂચના આપવામાં આવી હોવાના પણ આક્ષેપો થયા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રમોટ કરવામાં પણ નહીં આવે એવા ધમકી ભર્યા મેસેજ વાલીઓને શાળા તંત્ર દ્વારા કરાયા હોવાના પણ આક્ષેપો થયા છે. જોકે ગયા વર્ષે એફઆરસી કરતા લેવાયેલી વધારે ફી શાળા દ્વારા ડિફરન્સ એમાઉન્ટ આ વર્ષે સરભર કરવી એવી માંગ સાથે ગુજરાત વાલી મંડળ દ્વારા કારેલીબાગ સ્થિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ આજે બપોરે ભારે વાલીઓ દ્વારા ભારે સૂત્રોચાર કરીને આવેદનપત્ર સુપ્રત કરીને ઘટતું કરવા માંગ કરાઇ છે.

Tags :