Get The App

કમોસમી વરસાદની આગાહી વચ્ચે ઝાલાવાડમાં કોલ્ડવેવની તીવ્ર અસર

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
કમોસમી વરસાદની આગાહી વચ્ચે ઝાલાવાડમાં કોલ્ડવેવની તીવ્ર અસર 1 - image


પવનના મારા વચ્ચે લોકો ઠુઠવાયા

લોકો ગરમ કપડા પહેરેલી હાલતમાં તેમજ ઠેરઠેર તાપણું કરતા નજરે પડયા

સુરેન્દ્રનગર: સમગ્ર રાજ્ય તેમજ સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ કમૌસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ગગડતા ઝાલાવાડ વાસીઓ કાતીલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે અને તેની અસર જનજીવન પર જોવા મળી રહી છે.

જિલ્લામાં શિયાળાની મોસમ જામી છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં કડકડતી ઠંડી તેમજ કોલ્ડવેવનો લોકો અનુભવ કરતા વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. તેમજ શહેરમાં પ્રતિ કલાક ૨૦થી ૨૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા ઝાલાવાડવાસીઓ તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે તેમજ વહેલી સવારે અને મોડીસાંજ બાદ શહેરના મુખ્ય માર્ગો સહિત બજારોમાં કર્ફયુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ઠંડીથી બચવા લોકો ગરમ સ્વેટર, જાકીટ, ટોપી, મફલર પહેરેલી હાલતમાં નજરે પડી રહ્યાં છે તેમજ ઠંડીથી બચવા ઠેરઠેર તાપણું કરી રાહત અનુભવી રહ્યા છે. ઠંડીની તીવ્ર અસરને કારણે જનજીવન સહિત પશુ-પક્ષીઓ પર પણ તેની અસર જોવા મળી છે.

 જ્યારે બજારમાં લોકો ગરમ કપડાની ખરીદી કરતા પણ જણાઈ આવ્યા હતા. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ કમૌસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હજુ પણ ઠંડી વધશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.


Google NewsGoogle News