જામનગર અને જામજોધપુરમાં જુગારના પાંચ દરોડામાં સાત શખ્સો ઝડપાયા
Image Source: Freepik
જામનગર શહેર તેમજ જામજોધપુરમાં ગઈકાલે પોલીસે વર્લી મટકા તેમજ ચલણી નોટો પર જુગાર અંગેના જુદા જુદા પાંચ દરોડા પાડી કુલ સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રકમ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.
જામનગર નજીકના બેડી વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લેતો અયુબ જેડા વાઘેર નામના શખ્સને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી રોકડ રૂા. 730 કબ્જે કર્યા છે. જ્યારે શહેરના વિકટોરિયા પુલ, નાગેશ્વર જવાના રસ્તે, નદીના પટમાં જાહેરમાં ચલણી નોટો પર એકી–બેકીનો જુગાર રમતા ઝાકીર કાસમ દરજાદા અને જેઠાભાઈ નારણભાઈ મકવાણાને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 570 કબ્જે કર્યા છે. તેમજ શહેરના દરબારગઢ પાસે ફુલવાળાવાળી ગલીમાં ચલણી નોટો પર જુગાર રમતા સંજય ધરમશી સોરઠિયા અને દિનેશ નટવરલાલ ચૌહાણ નામના બે શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 290 કબ્જે કર્યા છે.
આ ઉપરાંત જામજોધપુર ખાતે ટાઉનબીટ વિસ્તારમાં વર્લી મટકાના આંકડા લેતા હાર્દિક રસિકભાઈ વાઢેર નામના શખ્સને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી રૂા. 120 સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત જામજોધપુર ખાતે ટાઉનબીટ વિસ્તારમાં બહુચરાજી મંદિર પાસે વર્લી મટકાના આંકડા લેતો સોહિલ ઉર્ફે નાડી મામદભાઈ રાવકરડા નામના શખ્સને પોલીસે ઝડપી લઈ તેના પાસેથી રૂા. 140 કબ્જે કર્યા છે.