Get The App

સુરતમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકો સહિત સાત સભ્યોનો આપઘાત

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
સુરતમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકો સહિત સાત સભ્યોનો આપઘાત 1 - image


- પાલનપુર પાટીયા પાસે સિધ્ધેશ્વર કોમ્પ્લેક્સમાં  પત્ની, બે દીકરી અને દિકરા તેમજ માતા-પિતાને ઝેર આપીને ૩૭ વર્ષના ફર્નિચરના ધંધાર્થી મનીષ ઉર્ફે શાંતિલાલ સોલંકીએ ફાંસો ખાધો

 - એક રૃમમાં માતા શોભાબેન-પિતા કનુભાઇ મૃત હાલતમાં પડયા હતા ત્યાં મનીષ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યોઃ બાજુના રૃમમાં પત્ની રીટા ઉર્ફે રેશ્મા, ૧૩ વર્ષની દીકરી દિશા, ૯ વર્ષની કાવ્યા અને ૬ વર્ષનો પુત્ર કુશલ મોઢામાંથી ફીણ નીકળતી હાલતમાં મૃત મળ્યા

 - લુહાણા સુથાર જ્ઞાાતિના એક જ પરિવાર સાત સભ્યોના મોતથી ગમગીની

  સુરત, :

સુરત શહેરના પાલનપુર જકાતનાકા ખાતે આજે શનિવારે સવારે એપાર્ટમેન્ટમાં માતા-પિતા તથા પત્ની અને તેમના ત્રણ બાળકોને ઝેરી દવા પીવડાવીને હત્યા કર્યા બાદ ફર્નીચરના ધંધો કરતા યુવાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા. બે પાનાની સ્યુસાઇડ નોટ મળી છે જેમાં આપેલા પૈસા પરત નહી આવ્યાનો ઉલ્લેખ કરાયો છે પણ કોઇના નામો લખવામાં આવ્યા નથી. પોલીસે તપાસ માટે એસઆઇટીની રચના કરી છે.

નવી સિવિલ અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ અડાજણમાં પાલનપુર જકાતનાકા પાસે વિદ્યાકુંજ સ્કુલ નજીક આવેલા શ્રી સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના ૩૭ વર્ષીય મનીષ ઉર્ફે શાંન્તીલાલ કનુભાઇ સોલંકી આજે શનિવારે સવારે તેના કારીગરે ફોન કરતા રીર્સીવ નહી કરતા ઘરે આવ્યો હતો. ત્યારે તેમના ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી કારીગરેે ઘણા સમય સુધી ખખડાવ્યો હતો. પણ અંદરથી જવાબ નહી આપતા કારીગર પાછળ સાઇડ કાચની બારી તોડીને અંદર ગયો હતો. ત્યાંરે ઘરમાં  હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા એટલે કે પરિવારના તમામ સભ્યો મૃતહાલતમાં પડેલા જોઇને ગભરાઇ ગયો હતો અને તેણે આજુ બાજુના લોકોને જાણ કરી હતી. જેથી કોઇએ પોલીસને જાણ કરતા પોલીસ અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો.

પોલીસે દરવાજો ખોલીને અંદર જતા હોલમાં મનીષને માતા શોભાબેન (ઉ-વ-૬૮) તથા તેમના પિતા કનુભાઇ વિઠ્ઠલભાઇ સોલંકી (ઉ-વ-૭૦) મૃત હાલતમાાં પડેલા હતા અને તેમની નજીકમાં મનીષ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા હેબતાઇ ગયા હતા. એટલુ નહી પણ બાજુના રૃમમાં તેમની પત્ની રીટા ઉર્ફે રેશ્મા (ઉ-વ-૩૫), તેમની મોટી પુત્રી દિશા (ઉ-વ-૧૩), કાવ્યા (ઉ-વ-૯) અને પુત્ર કુશલ(ઉ-વ-૬) મોઢામાંથી ફિણ નીકળતુ હતુ અને મૃત હાલતમાં મળ્યા હતા. આ હૃદયદ્રાવક દ્રશ્યો જોઇને પોલીસની સાથે - સાથે આસપાસના પડોશીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

અડાજણ પોલીસે કહ્યુ કે મનીષના ઘરમાં હોલમાં ઝેરી દવાની એક બોટલ અને રૃમમાંથી ઝેરી દવાની બીજી બોટલ મળી આવી હતી. તેની દુર્ગધ આવતી હતી. આવા સંજોગોમાં મનીષે ખોરાકમાં ઝેરી દવા ભેળવીને માતા-પિતા, પત્ની અને તેના ત્રણ સંતાનને ખવડાવ્યુ હતું. ત્યારબાદ જાતે ફાંસો ખાઇ લીધો હતો. લુહાણા સુથાર જ્ઞાાતિ સમાજના એક જ પરિવારના સાત સભ્યોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં સનસની મચી જવા પામી હતી. દુઃખદ ઘટનાના સમાચાર મળતાં તેમના મિત્ર વર્તુળ અને સમાજ સહિતના લોકોમાં પણ ઘેરા આઘાતની લાગણી પ્રસરી જવા પામી છે. બનાવના કારણ માટે પોલીસ કમિશ્નરે એસઆઇટીની રચના કરી છે.

 -પોસ્ટમોર્ટમમાં માતા અને મોટી પુત્રીના ગળાના ભાગે  નિશાન મળ્યા

સોલંકી પરિવારના સાત સભ્યોના મૃતદેહ બપોરે પોસ્ટમોર્ટમ કરવા મૃતદેહ નવી સિવિલ ખાતે ખસડાયા હતા. ત્યારે સિવિલ તંત્ર તરત પોસ્ટમોર્ટમ કરવા માટે ૩ મડીકલ ઓફિસર અને ૩ ફોરેન્સીક ડોકટરો તથા જરૃરી સ્ટાફ મુકવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ કર્યા બાદ ડોકટરે કહ્યુ કે મનીષે ગળે ફાંસો ખાવાથી મોત થયુ હતુ. જયારે તેમના માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોમાં ઝેરી દવા અંશો મળી આવ્યા હતા. જયારે તેમની ૧૩ વર્ષીય પુત્રી અને માતાને ગળે ટુપો આવ્યો હોય એવા ગળામાં નિશાન મળી આવ્યા હતા. જયારે તમામની લીધેલા સેમ્પલોના રિપોર્ટ આવ્યા પછી હકીકત જાણવા મળશે.

 - મનીષ સોલંકી જરૃરીયાતમંદને મદદ કરવા આગળ રહેતો

 મનીષ ફનચરના વ્યવસાય સાથે સંકળાયેલા હતો. જોકે તેની અંદરમાં ૩૫થી વધુ કારીગરો કામ કરતા હતો. એટલુ નહી પણ તે  સગા - સંબંધીઓ અને મિત્ર વર્તુળને જાણ થતાં તેઓ પહેલા તો આ ઘટના પર વિશ્વાસ કરવા માટે જ તૈયાર થયા ન હતા. જયારે તેનો હસમુખો સ્વભાવ ધરાવતાં મનીષે અને તેમના પરિવારના સભ્યો આ પગલુ ભરતા એપાર્ટમેન્ટના રહેવાસીઓ પણ ડઘાઈ ગયા હતા. જયારે તે જરૃરીયાતમંદ લોકો કે તેને કામ મળતુ  નહી હોય. તેને પણ મદદરૃપ થયો હતો.

- રૃપિયા લીધા પછી કોઇ પાછા આપતુ નથી, ઉપકારનો બદલો કોઇ પાછુ આપતુ નથી

 મનીષે  સ્યુસાઈડ નોટમાં લખ્યુ હતુ કે હુ મારા દિવસો કેમ પસાર કરતો હતો મારુ મન જાળે છે. મારા ગયા પછી મારા બાળકો અને મારા મ્મી-પપ્પા કેવુ જીવન જીવશે અને તેઓ મારા વગર રહી શકે તેમ નથી, તે ચિંતા કોરી ખાઇ છે. આ પગલુ ભરવા રાછળ કોઇ અંગત વ્યકિત કે કારણો જવાબદાર હોઇ શકે. પણ તેઓના નામ લેવા માંગતો નથી. જીવતા હેરાન નથી કર્યા તો મર્યા પચી કોઇને હેરાન કરવા માંગતો નથી. પરપિકાર - ભરમનસાઇ અને દયાળુ સ્વભાવ મને હેરાન કરી ગયો. રૃપિયા લીધા પછી કોઇ પાછા આપતુ નથી. ઉપકારનો બદલો કોઇ પાછુ આપતુ નથી. મારી જીદગીંમાં ધણાને મદદ કરી છે. મારા બાળકો અને મમ્મી-પપ્પાની ચિંતા અતત મને મારી નાખતી રીટાબેન તારુ ધ્યાન રાખજે ધનશ્યમવાળ મુન્નાભાઇ બાળાભાઇ બધા રીટાબેનનું ધ્યાન રાખજો. જણતા અજાણતા આજીવનમાં કોઇ ભુલચુક થઇ હોય તો માફ કરજો. અમારી મતિના કારણ જવાબદાર વ્યકિતઓના નામ લખવા નથી. અને કુદરત જરૃર થી પરચો આપશે ને કહી સુખી નહી થઇ શકે કોઇ ના પણ નામ લખવામાં અમનો અંકારા થસે અને કુદરત જ જાણે છે. જીવતા પણ કોઇને હારાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઇને હેરાન નહી કરીએ,

 - પોલીસ સ્ટાફ વધુ ન હોવાથી પોસ્ટમોર્ટમમાં વિલંબ થયો

અડાજણ પોલીસ દ્રારા ત્રણ શબવાહીમાં સોલંકી પરિવારના સભ્યોના મૃતદેહ આજે બપોરે નવી સિવિલ ખાતે લાવ્યા હતા. તે સમયે પોસ્ટમોર્ટમ કરવા માટે જરૃરી કાગળ તૈયાર કરવા વધુ પોલીસકર્મી ન હતો. અને લાપરવાહી દાખવી હતી. જોકે ત્યાં ડી સ્ટાફ સહિત પોલીસજવાનો સિવિલ ખાતે સાંજ સુધી હાજર હતા. જોકે પી.એમ કરવાના જરૃરી કાગળો તૈયાર કરવા વધુ સમય થયો હોવોથી તેમના પરિવાર, સંબંધી સહિતના લોકો મોડી સાંજ સુધી અંતિમ ક્રિયા માટે રાહ જોવાનો વારો આવ્યો હતો.

 - મનીષ નજીક પરિવારના સભ્યો વધુ નહી હોવાથી મોટી સંખ્યામાં લોકો સિવિલ ખાતે હાજર રહ્યા

લુહાણા સુથાર જ્ઞાાતિ સમાજના એક પરિવારના સભ્યોના મોતના લીધે તેમને તેમના સમાજના લોકો તથા મિત્ર, સંબંધી મોડી રાતે સુધી હાજર રહ્યા હતા. એટલુ નહી પણ મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડીગ ચેરમેન રાજન પટેલ સવારે તેમના ઘરે ગયા બાદ નવી સિવિલ ખાતે મોડી સાંજ હાજર રહ્યા હતા. જયારે રાજને તેમના પરિવારના સાંત્વના અને સહાનુભુટી આપી હતી. અને તેમને જરૃરી વ્યવસ્થા કરવામાં આવી હતી.


Google NewsGoogle News