સુરત આવેલા પ્રભારી મુકુલ વાસનિકના સ્વાગત માટે સેવાદળ અને કોંગ્રેસના હોદ્દેદારો ઝઘડી પડ્યા
સેવાદળના કાર્યકરોને સ્વાગત કરવા માટે જતાં કોંગ્રેસના કાર્યકરો ઘૂસી જતા ખસી જવાની ફરજ પડી
સુરતઃ (Surat)ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય પામ્યા બાદ કોંગ્રેસમાં કેટલાક ફેરફારો થયા હતાં. (Congress)જેમાં પ્રભારી અને પ્રદેશ પ્રમુખમાં બદલાવ થયો હતો. રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવાયા અને મુકુલ વાસનિકને રાજ્યના પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.(Mukul Wasnik) ત્યારે મુકુલ વાસનિક હાલ ગુજરાતના પ્રવાસે છે.(Sevadal)તેઓ સુરતમાં સર્કિટ હાઉસ ખાતે હાજરી આપવા માટે આવ્યા હતાં. તેમના સ્વાગતને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અંદરો અંદર ઝઘડી પડતાં વાસનિક ખુદ શરમજનક સ્થિતિમાં મુકાયા હતાં.
મુકુલ વાસનિક શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયા હતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે મુકુલ વાસનિક સુરત સર્કિટ હાઉસ ખાતે આવ્યા ત્યારે સેવાદળના કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરવા માટે ગયા તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્વાગત કરવા દીધું નહોતું. અન્ય નેતાઓ કાર્યકર્તાઓ વચ્ચે ઘૂસી જતા તેઓ નારાજ થઈ ગયા હતા.સેવાદળના કાર્યકરોને ખસી જવાની ફરજ પડી હતી. જે કાર્યકર્તાઓ વચ્ચે આવ્યા હતા તેમની સાથે સેવાદળના લોકો દ્વારા તેમના વર્તનને લઈને ટીકા કરાતા બંને વચ્ચે સર્કિટ હાઉસમાં જ થોડા સમય માટે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. મુકુલ વાસનિક આ પ્રકારની ઘટના જોઈએ શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયા હતા.
ચૂંટણીની તૈયારી માટે વાસનિક સુરત આવ્યા હતા
મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, કોંગ્રેસ કમિટી દ્વારા થોડા દિવસ પહેલા એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં દરેક મોટા નેતાઓ લોકસભાના જુદા જુદા ક્ષેત્રોમાં જઈને ત્યાંના કોંગ્રેસના પ્રમુખ, કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે બેઠક કરી વાતચીત અને ચર્ચા કરી હતી. જેમાં આવનાર લોકસભા ચૂંટણીની તૈયારી માટે રૂપરેખા તૈયાર કરાશે તેવી ચર્ચા થઈ હતી. આજ કાર્ય માટે સુરતની બેઠક માટે સુરત આવ્યો છું. અહીંના નેતાઓ અને કાર્યકરો સાથે મુલાકાત કરી અભિપ્રાય જાણવામાં આવશે.