Get The App

નાંદોલીમાં નિવૃત્ત કર્નલના ઘરમાં હાથફેરો કરનાર નોકરની ધરપકડ

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
નાંદોલીમાં નિવૃત્ત કર્નલના ઘરમાં હાથફેરો કરનાર નોકરની ધરપકડ 1 - image


પોલીસની પૂછપરછમાં નોકરે વટાણા વેર્યાં

નિવૃત્ત કર્નલના ઘરમાં ત્રણ વર્ષથી ઘરઘાટી તરીકે નોકરી કરતા શખ્સે રૃપિયા ૧૫ લાખથી વધુના દાગીના ચોર્યા હતા

કલોલ :  કલોલના નાંદોલી ગામે રહેતા અને આર્મીમાંથી નિવૃત્ત થયેલા કર્નલના ઘરમાંથી ઘરમાં કામ કરતા નોકરે ચોરી કરી હતી રૃપિયા ૧૬ લાખ ના દાગીના ની ચોરી કરતાં તેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો પોલીસે તેની પૂછતા જ કરતા તેણે ચોરી કરી હોવાની કબુલાત કરી હતી પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ તાલુકાના નાંદોલી ગામે આવેલ કલ્હાર બંગલોમાં રહેતા ગીતાબેન અરુણકુમાર મહેરા કે જેમના પતિ આર્મીમાંથી કર્નલના હોદ્દા ઉપરથી નિવૃત થયેલા છે આ બંને પતિ પત્નીના ત્યાં ઘરઘાટી તરીકે અજયભાઈ ભરતભાઈ ઉહનીયા મૂળ રહે દાહોદનો કામ કરતો હતો બંને પતિ પત્ની અહીં ઘરમાં કામ કરતા હતા ત્યારે અજય ભાઈએ ઘરમાંથી જુદા જુદા સમયે દાગીના ની ચોરી કરી હતી જેથી ગીતાબેન ને તેના ઉપર શક પડયો હતો કે તે દાગીના ચોરી રહ્યો છે ઘરમાંથી અલગ અલગ સમયે સોનાના કિંમતી દાગીનાની ચોરી થઈ હતી કુલ રૃપિયા ૧૫ લાખ ૯૯ હજારના દાગીનાની ચોરી થતા તેઓ ચોકી ઉઠયા હતા અને તેમણે ઘરઘાટી અજયની દાગીના બાબતે પૂછતા જ કરી હતી પણ તે જવાબ આપતો ન હતો જેથી તેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો જ્યાં પોલીસે તેની આગવી ઢબે પૂછતા જ કરતા તેણે દાગીનાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી પૈસાની જરૃરિયાત હોવાથી તેને દાગીના ચોર્યા હતા. પોલીસે તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


Google NewsGoogle News