રાજકોટના સરધાર પાસે બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગી, ચારના મોત, ત્રણ ગંભીર
Rajkot News : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતની ઘટના વધી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે રાજકોટના સરધાર-ભાડલા રોડ પર આજે શનિવારે (19એપ્રિલ, 2025) ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં અલ્ટો અને હોન્ડા સિટી કાર વચ્ચે ટક્કર બાદ આગ ફાટી નીકળી હતી. ઘટનામાં માતા-પુત્રી સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા.
અકસ્માતની ઘટનામાં ચારના મોત
રાજકોટના સરધાર-ભાડલા રોડ પર ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. બે કાર વચ્ચે અકસ્માત બાદ બંને કારમાં આગ ફાટી નીકળી હતી. ઘટનામાં માતા-પુત્ર સહિત ચારના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાને પગલે લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં મોત થનારા અને ઈજાગ્રસ્ત ગોંડલના હોવાનું સામે આવ્યું છે.
મૃતકોની યાદી
- નિરુબહેન અતુલભાઈ મકવાણા, (ઉં.વ. 35)
- હેમાંશી શાહીલ સરવૈયા, (ઉં.વ. 22)
- મિત અશોકભાઈ સાકરીયા, (ઉં.વ. 12)
- હેતવી અતુલભાઈ મકવાણા, (ઉં.વ. 3)
ઈજાગ્રસ્તોની યાદી
- નિતુબહેન અશોકભાઈ સાકરીયા, (ઉં.વ. 40)
- શાહીલ સરવૈયા, (ઉં.વ. 22)
- હિરેન અતુલ મકવાણા, (ઉં.વ. 15)