Get The App

સુરતમાં અચાનક મોતનો સિલસિલો : વધુ પાંચ વ્યક્તિના તબિયત બગડયા બાદ મોત

Updated: Dec 24th, 2023

GS TEAM


Google News
Google News
સુરતમાં અચાનક મોતનો સિલસિલો : વધુ પાંચ વ્યક્તિના તબિયત બગડયા બાદ મોત 1 - image


- પાંડેસરામાં 36 વર્ષની મહિલા અને 45 વર્ષના આધેડ, હજીરામાં 32 વર્ષનો યુવાન અને આધેડ તથા પુણામાં આધેડે જીવ ગુમાવ્યો

      સુરત :

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તબિયત બગાડતા બાદ અચાનક મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તેવા સમયે પાંડેસરામાં ૩૬ વર્ષની મહિલા  અને ૪૫ વર્ષના આધેડ, હજીરામાં ૩૨ વર્ષીય યુવાન અને ૪૫ વર્ષના આઘેડ તથા પુણામાં ૪૫ વર્ષના આઘેડના અચાનક તબિયત બગડતા મોત થયા હતા.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં કર્મયોગી સોસાયટીમાં રહેતી ૩૬ વર્ષની રાની બ્રીજરાજ સિંઘ શનિવારે મોડી રાત્રે બાળકી અને પતિ સાથે ઘરમાં વાતચીત કરતી હતી. ત્યારે તેની અચાનક તબિયત બગડતા ઢળી પડી હતી. જેથી સારવાર માટે નવી સિવિલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કરી હતી. રાની મુળ મધ્યપ્રદેશમાં પન્નાની વતની હતી. તેને સંતાનમાં એક પુત્રી હતી. તેના પતિ ડાંઇગ મીલમાં કામ કરે છે.

બીજા બનાવમાં પાંડેસરા ભીડભંજન પાસે સાંઈ આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા ૪૫ વર્ષના જીતુ મૂળચંદ્ર પ્રજાપતિને રવિવારે રાત્રે ઘરમાં અચાનક ગભરામણ થતા બેભાન થઈ ગયા હતા. જેથી તેમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવતા ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. તે મુળ મહેસાણાના વતની હતા. તેને ૩ સંતાન છે. તે એમ.આર તરીકે કામ કરતા હતા.

ત્રીજા બનાવમાં હજીરા એ.એમ.એન.એસ ટાઉનશીપ પાસે એચ.ઈ.કયુ કોલોનીમાં રહેતા ૪૫ વર્ષના સંતોષ મખન કૌશિક રવિવારે મોડી રાત્રે જમીને ઘરમાં સૂઈ ગયા હતા. તે મોડી રાત્રે હલનચલન નહીં કરતા તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સંતોષ મૂળ છત્તીસગઢના કવરઘાના વતની હતા. તેમને બે સંતાન છે. તે પ્લમ્બરિંગનું કામ કરતા હતા.

ચોથા બનાવમાં હજીરાના જુના ગામમાં પીએસપી કોલોનીમાં રહેતો ૩૨ વર્ષનો સરોજકુમાર નંદલાલ દાસ રવિવારે સવારે ઘરમાં બેસીને કામ કરતો હતો. ત્યારે તેની અચાનક તબિયત લથડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સ્થાનિક હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. સરોજકુમાર મુળ બિહારના સમસ્તીપુરનો વતની હતો. તે હજીરાની કંપનીમાં કોન્ટ્રાક્ટના કામ સાથે સંકળાયેલો હતો. તેને ત્રણ સંતાન છે.

પાંચમાં બનાવમાં પરવટ પાટિયા ખાતે સિલિકોન પેલેસમાં રહેતા ૪૫ વર્ષના નીતિન નરેન્દ્ર દવે રવિવારે રાત્રે પુણા રોડ પર અમેઝીયા વોટરપાર્ક પાસે સુભાષનગર ખાતે બેભાન હાલતમાં પડેલા હતા. જેથી તેમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. 

Tags :