ગુજરાતમાં આગામી મહિને 9 દિવસ બેન્કો રહેશે બંધ, મહત્ત્વના કામ જલદીથી પતાવી લેજો!
Banking Holidays On September: ઓગસ્ટ મહિનો પૂર્ણ થવાના આરે છે, ત્રણ દિવસ બાદ સપ્ટેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. દરમહિનાની જેમ સપ્ટેમ્બર, 2024માં પણ અનેક ફેરફારો જોવા મળશે. ઓગસ્ટની શરૂઆતથી જ તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. આગામી મહિને પણ અમુક તહેવારોના પગલે બેન્ક સહિત સરકારી સંસ્થાઓમાં જાહેર રજા જોવા મળશે.
આગામી મહિને બેન્ક સંબંધિત કોઈ કામકાજ હોય તો તે પહેલાં આરબીઆઈ દ્વારા રજાઓનું લિસ્ટ અવશ્ય ચેક કરી લેજો, જેથી ધક્કો ન થાય. આવો જાણીએ, બેન્ક હોલિડે લિસ્ટમાં કયાં દિવસે રજા છે. 1 સપ્ટેમ્બર, 2024, રવિવારે સાપ્તાહિક રજા હોવાથી દેશભરમાં બેન્કો બંધ રહેશે. તે સિવાય ગણેશ ચતુર્થી, ઓણમ અને ઈદે-મિલાદની પણ રજા રહેશે.
આ પણ વાંચોઃ સરકારી નોકરીની 17000 વેકેન્સી માટે 30 લાખ અરજી, જાણો કયા રાજ્યના સૌથી વધુ ઉમેદવાર
ગુજરાતમાં નવ દિવસ બેન્કો બંધ રહેશે
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં બે બીજો અને ચોથો શનિવાર, પાંચ રવિવાર, ગણેશ ચતુર્થી અને ઈદે-મિલાદ સાથે કુલ નવ દિવસ બેન્કો બંધ રહેશે. ગણેશ ચતુર્થી નિમિત્તે 7 સપ્ટેમ્બર અને 16 સપ્ટેમ્બરે ઈદે-મિલાદ નિમિત્તે બેન્કો બંધ રહેશે. જો કે, તમે ઘરેબેઠા ઓનલાઈન બેન્કિંગ કામકાજ પૂરા કરી શકો છો. આ સુવિધા હંમેશા 24x7 ચાલુ હોય છે.
સપ્ટેમ્બરમાં કયાં દિવસે બેન્ક બંધ રહેશે
આરબીઆઈની વેબસાઈટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) અનુસાર,સપ્ટેમ્બરમાં 15 દિવસ બેન્કોમાં રજા રહેશે. જેમાં બીજો અને ચોથો શનિવાર અને રવિવાર સામેલ છે. વિભિન્ન રાજ્યોમાં યોજાનાર આયોજનો તથા પર્વોના આધાર પર હોલિડે લિસ્ટ તૈયાર કરી છે.