Get The App

ગુજરાતની 26 બેઠકો પર ભાજપ દ્વારા અચાનક શરૂ કરાઇ સેન્સ પ્રક્રિયા, નિરીક્ષકો જાહેર કરાયા

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
ગુજરાતની 26 બેઠકો પર ભાજપ દ્વારા અચાનક શરૂ કરાઇ સેન્સ પ્રક્રિયા, નિરીક્ષકો જાહેર કરાયા 1 - image


Lok Sabha Election : લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. એક તરફ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતની 26 બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે.

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો અંત આવતાની સાથે જ ભાજપે ફરી કંઇક નવું કરતાં અચાનક જ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. રાજ્યમાં મોડી રાતે ભાજપના ગુજરાત એકમ દ્વારા એક વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દરેક શહેર અને જિલ્લાને બે દિવસમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચન કરાયું હતું. 

ત્રણ-ત્રણ નિરીક્ષકોની પણ કરી નિમણૂક 

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો આવેલી છે અને તેને ધ્યાનમાં રાખીને જ અચાનક તથા ગુપચુપ રીતે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપે તેના માટે દરેક બેઠક પર તેના માટે ત્રણ ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરી છે. આ પ્રક્રિયા સતત બે દિવસ ચાલશે અને પછી 28 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં રાજ્યના સંસદીય બોર્ડની બેઠક યોજાશે. આ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસે આ બેઠક યોજાશે.

સૌરાષ્ટ્રમાં લોકસભા વિસ્તારદીઠ નિરીક્ષકો જાહેર

રાજકોટ

મયંક નાયક- સાંસદ

કાનાજી ઠાકોર- અમદાવાદ

માલતીબેન મહેશ્વરી- કચ્છ

જામનગર

હિરભાઈ પટેલ- રાજકોટ

રણછોડ રબારી- અમદાવાદ

રીટાબેન પટેલ- ગાંધીગનર

ભાવનગર

ઋષિકેશ પટેલ

ઝવેરીભાઇ ઠકરાર

હેમાલીબેન સુરતવાળા

પોરબંદર

વસુબેન ત્રિવેદી

જુગલજી ઠાકોર

પંકજ દેસાઇ


Google NewsGoogle News