સિનિયર સિટિઝનનું મોત થતા દેહદાન કરાયું
બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૃપ થશે
વડોદરા,વાઘોડિયા રોડના સિનિયર સિટિઝનનું હાર્ટ એટેકથી મોત થતા તેમના દેહને અભ્યાસ માટે બરોડા મેડિકલ કોલેજમાં દાનમાં આપવામાં આવ્યો છે.
વાઘોડિયા રોડ કાન્હા ગોલ્ડમાં રહેતા ૭૬ વર્ષના મનોહર શાંતારામ જાદવ નિવૃત્ત જીવન ગુજારતા હતા. આજે સવારે તેઓનું હાર્ટ એટેકથી અવસાન થતા તેમના પરિવાર દ્વારા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મદદરૃપ થવાય તે હેતુસર તેમના પાર્થિવ દેહનું દાન બરોડા મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું હતું. પરિવારનું કહેવું છે કે, અમારા ગુરૃના ૫૦ મા જન્મ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં ૫૬હજાર ભક્તોએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. તે પૈકી આ ૯૫ મુ દેહદાન છે.